સલાહના શબ્દો બીજાઓની શ્રદ્ધા મજબૂત કરનાર હોવા જોઈએ
૧૬:૪, ૫
અયૂબ અનહદ દુઃખી હતા અને નિરાશામાં ડૂબી ગયા હતા, તેથી તેમને બીજાઓ તરફથી સહકાર અને ઉત્તેજનની જરૂર હતી
અયૂબના ત્રણ મિત્રોએ તેમને એક પણ દિલાસાજનક શબ્દ ન કહ્યો. અરે, તેઓએ અયૂબ પર ખોટા આરોપો મૂક્યા અને તેમની ચિંતામાં વધારો કર્યો
બિલ્દાદના કડવા શબ્દોને લીધે અયૂબ દુઃખી થઈને પોકારી ઊઠ્યા
૧૯:૨, ૨૫
દુઃખને લીધે અયૂબ એટલા બેચેન થઈ ગયા કે, ઈશ્વરને પોકારી ઊઠ્યા. અરે, તેમણે મોત માંગ્યું
તેમણે સજીવન થવાની આશાને મનમાં રાખી અને દુઃખ સહીને પણ વફાદાર રહ્યા