બાઇબલમાં રહેલો ખજાનો | ગીતશાસ્ત્ર ૫૨-૫૯
“તારો બોજો યહોવા પર નાખ”
દાઊદે પોતાના જીવનમાં ઘણા મુશ્કેલ સંજોગોનો સામનો કર્યો. ગીતશાસ્ત્ર ૫૫મો અધ્યાય લખાયો, એ સમય સુધી તેમણે આ દુઃખોનો અનુભવ કર્યો હતો . . .
અપમાન
સતાવણી
મન ડંખવું
કુટુંબ પર આફત
માંદગી
દગો
દુઃખોનો બોજો ઊંચકવો અઘરો થઈ પડ્યો ત્યારે પણ દાઊદ એને સહન કરી શક્યા. દાઊદ જેવું અનુભવતા લોકો માટે તેમણે ઈશ્વરની પ્રેરણાથી આ સલાહ આપી: “તારો બોજો યહોવા પર નાખ.”
આજે આપણે આ સલાહ કઈ રીતે લાગુ પાડી શકીએ?
કોઈ પણ મુશ્કેલી કે ચિંતા માટે યહોવાને દિલથી પ્રાર્થના કરીએ
યહોવાની વાણી બાઇબલથી અને તેમના સંગઠનથી માર્ગદર્શન અને ટેકો મેળવીએ
બાઇબલ સિદ્ધાંતોના સુમેળમાં થઈ શકે એટલું કરીને એ પરિસ્થિતિથી રાહત મેળવવા પ્રયત્ન કરીએ