બાઇબલમાં રહેલો ખજાનો | ગીતોનું ગીત ૧-૮
શૂલ્લામી—અનુસરવા જેવું ઉદાહરણ
યહોવાના ભક્તો માટે શૂલ્લામી કેમ એક સારું ઉદાહરણ છે?
તેણે સાચા પ્રેમ માટે રાહ જોઈ
કોઈ પણ વ્યક્તિના પ્રેમમાં પડવા બીજાઓએ દબાણ કર્યું ત્યારે તેણે એનો નકાર કર્યો
તે નમ્ર, વિનયી અને શુદ્ધ ચારિત્રની હતી
સોના કે મીઠી-મીઠી વાતોથી તેનો પ્રેમ ખરીદી શકાય એવો ન હતો
પોતાને પૂછો:
‘શૂલ્લામીના ક્યા ગુણો મારે કેળવવા જોઈએ?’