બાઇબલમાં રહેલો ખજાનો | યશાયા ૧૧-૧૬
યહોવાના જ્ઞાનથી પૃથ્વી ભરપૂર થશે
આ ભવિષ્યવાણી ઇઝરાયેલીઓને કઈ રીતે લાગુ પડી?
બાબેલોનથી પોતાના વતન ઇઝરાયેલમાં પાછા ફરતી વખતે કે એમાં પાછા વસ્યા પછી, ઇઝરાયેલીઓએ જંગલી પશુઓ કે હિંસક લોકોથી ડરવાની જરૂર ન હતી.—એઝ ૮:૨૧, ૨૨
આ ભવિષ્યવાણી આજે કઈ રીતે લાગુ પડે છે?
યહોવાનું જ્ઞાન મેળવીને લોકોમાં બદલાણ થાય છે. અગાઉ જેઓ હિંસક હતા તેઓ હવે નમ્ર બન્યા છે. ઈશ્વરના જ્ઞાનને લીધે જગત ફરતે રહેતા ઈશ્વરભક્તો વચ્ચે સંપ અને શાંતિનો માહોલ જોવા મળે છે
ભાવિમાં આ ભવિષ્યવાણી કઈ રીતે પૂરી થશે?
ઈશ્વરના હેતુ પ્રમાણે આખી પૃથ્વી બગીચા જેવી બનશે જ્યાં લોકો શાંતિ અને સલામતીમાં રહેશે. માણસ કે પશુનો કોઈ પણ ડર રહેશે નહિ
ઈશ્વરના જ્ઞાનથી પાઊલમાં બદલાણ થયું હતું
એક ફરોશી તરીકે તેમણે હિંસક પશુ જેવા ગુણો બતાવ્યા હતા.—૧તિ ૧:૧૩
ખરું જ્ઞાન મેળવીને તેમના સ્વભાવમાં બદલાણ આવ્યું હતું.—કોલો ૩:૮-૧૦