વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • wp20 નં. ૩ પાન ૮-૯
  • ખુદા વિશે નબીઓ પાસેથી શીખીએ

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ખુદા વિશે નબીઓ પાસેથી શીખીએ
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૨૦
  • મથાળાં
  • સરખી માહિતી
  • ઈબ્રાહીમ નબી
  • મુસા નબી
  • ઈસા નબી
  • ઈસા નબી છે, ખુદા નહિ
  • હંમેશ માટે ખુદાની બરકત મેળવો
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૨૦
  • મુસા કરતાં ચડિયાતા ઈસુનું સાંભળીએ
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૯
  • ઈસુ ખ્રિસ્ત કોણ છે?
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૫
  • યહોવાહના માર્ગો જાણો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૫
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૨૦
wp20 નં. ૩ પાન ૮-૯
ઈબ્રાહીમ હાથ ઊંચા કરીને આકાશના તારા જોઈ રહ્યા છે.

ખુદા વિશે નબીઓ પાસેથી શીખીએ

સદીઓ પહેલાં ખુદાએ નબીઓને મહત્ત્વનો પયગામ જણાવ્યો. બરકત મેળવવા શું એ આપણને મદદ કરી શકે? ચાલો જોઈએ કે ખુદાએ પોતાના નબીઓને કયો પયગામ આપ્યો.

ઈબ્રાહીમ નબી

ખુદા કોઈની તરફદારી કરતા નથી, પણ દરેકને બરકત આપવા ચાહે છે.

ખુદાએ ઈબ્રાહીમ નબીને વાયદો કર્યો કે ‘તારાથી હું પૃથ્વીની સર્વ પ્રજાઓને બરકતો આપીશ.’—ઉત્પત્તિ ૧૨:૩.

આપણે શું શીખી શકીએ? ખુદા બધા ઇન્સાનોને બેહદ ચાહે છે. જેઓ તેમનું કહેવું માને છે તેઓને બરકત આપવા ચાહે છે. પછી ભલે એ આદમી હોય, ઔરત હોય કે બાળક.

મુસા નબી

ખુદા રહેમદિલ છે અને જેઓ તેમને ઓળખવા ચાહે છે તેઓને તે બરકત આપે છે.

ખુદાએ મુસા નબીને મોટા મોટા ચમત્કારો કરવાની તાકાત આપી હતી. મુસા નબી ખુદાને સારી રીતે ઓળખતા હતા. તોપણ તેમણે ખુદાને બંદગી કરતા જણાવ્યું, ‘મહેરબાની કરીને મને તમારી મરજી જણાવો, જેથી હું તમને ઓળખું અને તમારી રહેમનજર પામું.’ (નિર્ગમન ૩૩:૧૩) આ સાંભળીને ખુદાએ મુસા નબીને પોતાના વિશે વધારે જણાવ્યું. એનાથી મુસા નબી ખુદા વિશે ઘણું બધું શીખ્યા. દાખલા તરીકે, ખુદા રહેમદિલ અને મહેરબાન છે.—નિર્ગમન ૩૪:૬, ૭.

આપણે શું શીખી શકીએ? ખુદા આપણને બરકત આપવા ચાહે છે. પણ એ માટે આપણે તેમને ઓળખવા જોઈએ. ખુદા પોતાની કિતાબમાં જણાવે છે કે આપણે કઈ રીતે તેમને ઓળખી શકીએ. જો એમ કરીશું તો તે જરૂર આપણને બરકત આપશે.

ઈસા નબી

ઈસુ રક્તપિત્ત થયેલા એક માણસને સાજા કરી રહ્યા છે.

ઈસા નબીએ દરેક પ્રકારની બીમારીઓ દૂર કરી

ઈસા નબી વિશે શીખીશું તો ખુદા આપણને બરકત આપશે.

ખુદાની કિતાબમાં ઈસા નબી વિશે ઘણું લખવામાં આવ્યું છે. તેમણે કરેલાં કામો વિશે પણ એમાં જણાવ્યું છે. ખુદાએ ઈસા નબીને ચમત્કાર કરવાની શક્તિ આપી હતી. તેમણે આંધળા, બહેરા અને અપંગ લોકોને સાજા કર્યા હતા. અરે, જેઓનું મોત થયું હતું તેઓને પણ તેમણે જીવતા કર્યા. ઈસા નબીએ બતાવી આપ્યું કે ખુદા ઇન્સાનો માટે ભવિષ્યમાં શું કરવાના છે. તેમણે એ પણ બતાવ્યું કે ખુદાની બરકત મેળવવા આપણે શું કરવું જોઈએ. તેમણે કહ્યું: ‘હંમેશ માટેનું જીવન મેળવવા જરૂરી છે કે લોકો તેમને, એકલા ખુદાને અને ઈસા નબી, જેને તેમણે મોકલ્યા છે તેમને ઓળખે.’—યોહાન ૧૭:૩.

ઈસા નબી લોકો પર પ્રેમ અને રહેમ રાખતા હતા. એટલે લોકો પણ ખુશી ખુશી તેમની પાસે દોડી આવતા. ઈસા નબીએ લોકોને કહ્યું હતું, ‘મારી પાસેથી શીખો, કેમ કે હું કોમળ સ્વભાવનો અને નમ્ર હૃદયનો છું અને મારી પાસેથી તમને તાજગી મળશે.’ (માથ્થી ૧૧:૨૯) ઈસા નબી પોતાના સમયના આદમીઓ જેવા ન હતા. તેમણે ઔરતો સાથે ક્યારેય બદતમીઝી ન કરી. પણ હંમેશાં તેઓની ઇજ્જત કરી.

આપણે શું શીખી શકીએ? ઈસા નબી ઇન્સાનોને ખૂબ મહોબ્બત કરતા હતા. તેમની જેમ આપણે પણ બીજાઓની સાથે માનથી વર્તવું જોઈએ.

ઈસા નબી છે, ખુદા નહિ

ખુદાની કિતાબમાં જણાવ્યું છે કે ‘આપણા માટે તો એક જ પરવરદિગાર છે’ અને ઈસા તો ફક્ત નબી હતા. (૧ કોરીંથીઓ ૮:૬) ઈસા નબીએ પણ સાફ સાફ જણાવ્યું કે ખુદા તેમના કરતાં મહાન છે અને ખુદાના હુકમથી જ તે ધરતી પર આવ્યા હતા.—યોહાન ૧૧:૪૧, ૪૨; ૧૪:૨૮.a

a ઈસા નબી વિશે વધારે જાણવા ઈશ્વર પાસેથી ખુશખબર પુસ્તિકાનો પાઠ ૪ જુઓ, જે www.pr418.com પર પ્રાપ્ય છે.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો