વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • wp20 નં. ૩ પાન ૧૪-૧૫
  • હંમેશ માટે ખુદાની બરકત મેળવો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • હંમેશ માટે ખુદાની બરકત મેળવો
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૨૦
  • સરખી માહિતી
  • ઈસુના ચમત્કારો તમે એમાંથી શું શીખી શકો?
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૪
  • ઈસુના ચમત્કારોથી શું શીખી શકીએ?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૩
  • લોકોને તે ખૂબ પ્રેમ કરતા
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૫
  • ચમત્કારો—હકીકત કે કલ્પના?
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૫
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૨૦
wp20 નં. ૩ પાન ૧૪-૧૫
ખૂબસૂરત ધરતી પર અલગ અલગ રંગ-રૂપના લોકો એકબીજા સાથે હળી-મળી રહ્યા છે.

‘ધરતી પર પુષ્કળ અનાજ પાકશે. ખુદા, હા, આપણા ખુદા, આપણને બરકત આપશે.’—ગીતશાસ્ત્ર ૬૭:૬

હંમેશ માટે ખુદાની બરકત મેળવો

ખુદાએ ઈબ્રાહીમ નબીને વચન આપ્યું હતું કે તેના વંશમાંથી એક નબી આવશે. તે ‘પૃથ્વીના સર્વ લોકો’ માટે બરકત લાવશે. (ઉત્પત્તિ ૨૨:૧૮) એ કોણ હતું?

એ ઈસા નબી હતા. તે ઈબ્રાહીમના વારસ હતા. ઈબ્રાહીમને આપેલું વચન ઈસા નબી દ્વારા પૂરું થશે એ સાબિત કરવા ખુદાએ આશરે ૨,૦૦૦ વર્ષ પહેલાં ઈસા નબીને મોટા મોટા ચમત્કારો કરવાની શક્તિ આપી હતી.—ગલાતીઓ ૩:૧૪.

ઈસા નબીએ કરેલા ચમત્કારો જોઈને એ જમાનાના અમુક લોકો સમજી ગયા કે તે જ ખુદાના પસંદ કરાયેલા નબી છે. તેમનાથી જ બધા ઇન્સાનને બરકત આપવામાં આવશે. એ ચમત્કારોથી આપણને ઈસા નબીના અમુક ગુણો જોવા મળે છે. જેમ કે,

કોમળતા—ઈસા નબીએ બીમાર લોકોને સાજા કર્યા.

એકવાર ઈસા નબી પાસે એક આદમી આવ્યો જેને રક્તપિત્ત થયો હતો. તેણે નબીને વિનંતી કરી કે તેને સાજો કરે. ઈસા નબીએ તેને અડકીને કહ્યું: “હું ચાહું છું.” એ જ સમયે તેનો રક્તપિત્ત મટી ગયો.—માર્ક ૧:૪૦-૪૨.

ઉદારતા—ઈસા નબીએ ભૂખ્યા લોકોને ખાવાનું આપ્યું.

અમુક વાર એવું બન્યું હતું કે ઈસા નબીની વાત સાંભળવા હજારો લોકો ભેગા થયા હતા, પણ તેઓ પાસે ખાવાનું ન હતું. ઈસા નબીએ ચમત્કાર કરીને થોડી રોટી અને થોડી માછલીમાંથી હજારો લોકોને જમાડ્યા. (માથ્થી ૧૪:૧૭-૨૧; ૧૫:૩૨-૩૮) તેઓએ પેટ ભરીને ખાધું પછી પણ ઘણું ખાવાનું બચી ગયું.

કરુણા—ઈસા નબીએ ગુજરી ગયેલા લોકોને જીવતા કર્યા.

એક વિધવાનો દીકરો ગુજરી ગયો હતો. એ જોઈને ઈસા નબીનું દિલ હમદર્દીથી ભરાઈ આવ્યું. તેમણે એ વિધવાના દીકરાને જીવતો કર્યા.—લુક ૭:૧૨-૧૫.

ધરતી પર હંમેશ માટેની જિંદગી

ઈસા નબી ધરતી પર હતા ત્યારે તેમણે ઘણા ચમત્કારો કર્યા હતા. એ તો ભવિષ્યમાં મળનાર રહેમતની ફક્ત ઝલક હતી. ઈસા નબી જલદી જ ફરી આવશે ત્યારે ખુદા તેમને બીજા મોટા મોટા ચમત્કારો કરવાની શક્તિ આપશે.

જરા વિચાર કરો, ઈબ્રાહીમ નબીને આપેલો વાયદો ખુદા પૂરો કરશે ત્યારે માહોલ કેવો હશે! જેઓ ખુદાને પ્યાર કરે છે અને તેમની વાત માને છે તેઓ ધરતી પર સુખચેનથી જીવશે અને આનંદ કરશે. (ગીતશાસ્ત્ર ૩૭:૧૧) ખુદા પોતે વાયદો કરે છે કે ‘મોત હશે જ નહિ, માતમ કે રૂદન કે દર્દ હશે જ નહિ.’—પ્રકટીકરણ ૨૧:૪.

એવી ખૂબસૂરત દુનિયામાં આપણે સુખચેનથી રહીશું. એ કેટલું જોરદાર હશે! ખુદાની હકૂમતમાં આપણને ઘણી બરકત મળશે. એ વિશે વધારે જાણવા અમારી વેબસાઈટ www.pr418.com પર જાઓ.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો