બાઇબલમાં રહેલો ખજાનો | યશાયા ૩૪-૩૭
શ્રદ્ધા રાખવાથી હિઝકિયાને ઇનામ મળ્યું
રાજા સાન્હેરીબે રાબશાકેહને યરૂશાલેમ મોકલ્યો અને શહેરના લોકો પોતાને શરણે થાય એવો હુકમ કર્યો. આશ્શૂરીઓએ અલગ અલગ દલીલોનો ઉપયોગ કર્યો, જેથી યહુદીઓ હિંમત હારી જાય અને લડાઈ કર્યા વિના પડતું મૂકે.
એકલા પડી જવું. ઇજિપ્ત તમને કંઈ બહુ મદદ કરશે નહિ.—યશા ૩૬:૬
શંકા. યહોવા તમારા માટે લડશે નહિ, કારણ કે તે તમારાથી નારાજ છે.—યશા ૩૬:૭, ૧૦
ધમકી. આશ્શૂરીઓની શક્તિશાળી સેના સામે તમે ટકી નહિ શકો.—યશા ૩૬:૮, ૯
લાલચ. આશ્શૂરીઓના શરણે જવાથી તમારું જીવન સુધરી જશે.—યશા ૩૬:૧૬, ૧૭
હિઝકિયાએ યહોવામાં અડગ શ્રદ્ધા બતાવી
શહેરના રક્ષણ માટે તેમણે પોતાનાથી બનતું બધું કર્યું
છુટકારો થાય માટે તેમણે યહોવાને પ્રાર્થના કરી અને લોકોને પણ એમ કરવા ઉત્તેજન આપ્યું
યહોવાએ દૂત મોકલીને ૧,૮૫,૦૦૦ આશ્શૂરી સૈનિકોને એક રાતમાં મારી નાખ્યા ત્યારે, હિઝકિયાને શ્રદ્ધાનું ઇનામ મળ્યું