વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૭ એપ્રિલ પાન ૫
  • નિષ્ક્રિય ભાઈ-બહેનોને તમે ઉત્તેજન આપી શકો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • નિષ્ક્રિય ભાઈ-બહેનોને તમે ઉત્તેજન આપી શકો
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૭
  • સરખી માહિતી
  • ‘મારી તરફ પાછા ફરો’
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૦
  • ‘મોડું કર્યા વગર પાછા ફરો’
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૮
  • ભક્તિમાં ઠંડા પડી ગયેલામાં ભક્તિ ફરી જગાડીએ
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૮
  • ‘હું મારાં ઘેટાંને શોધી કાઢીશ’
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૦
વધુ જુઓ
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૭
mwb૧૭ એપ્રિલ પાન ૫

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

નિષ્ક્રિય ભાઈ-બહેનોને તમે ઉત્તેજન આપી શકો

એક ઘેટાંપાળક ખોવાયેલા ઘેટાને બચાવવાનો પ્રયાસ કરે છે

ઘણાં નિષ્ક્રિય ભાઈ-બહેનો એપ્રિલ ૧૧, મંગળવારે સ્મરણપ્રસંગમાં હાજરી આપશે. તેઓએ જીવનની દોડમાં દોડવાનું શરૂ તો કર્યું હતું, પણ પછીથી દોડ પડતી મૂકી. શા માટે? અમુક કારણો યહોવા પાસે પાછા આવો પુસ્તિકામાં આપેલા છે. (હિબ્રૂ ૧૨:૧) એવા લોકો આજે પણ યહોવાની નજરે કીમતી છે. કારણ કે, તેમણે પોતાના દીકરાના લોહીથી તેઓને ખરીદ્યા છે. (પ્રેકા ૨૦:૨૮; ૧પી ૧:૧૮, ૧૯) તેઓને મંડળમાં પાછા ફરવા આપણે કઈ રીતે મદદ કરી શકીએ?

એક ઘેટાંપાળક ટોળાથી છૂટાં પડી ગયેલાં ઘેટાંને શોધે છે. એવી જ રીતે, મંડળના વડીલો ભક્તિમાં ઠંડા પડી ગયેલાં ભાઈ-બહેનોને શોધે છે, જેથી તેઓને મદદ કરી શકે. (લુક ૧૫:૪-૭) એ ગોઠવણમાં યહોવાની પ્રેમાળ કાળજી દેખાઈ આવે છે. (યિર્મે ૨૩:૩, ૪) ફક્ત વડીલો જ નહિ, આપણે બધા પણ એવા લોકોને ઉત્તેજન આપી શકીએ છીએ. તેઓ પ્રત્યે પ્રેમ અને લાગણી બતાવવાથી યહોવા ખુશ થાય છે અને આપણને આશીર્વાદો આપે છે. (નીતિ ૧૯:૧૭; પ્રેકા ૨૦:૩૫) તેથી ચાલો, કોને ઉત્તેજન આપી શકીએ એનો વિચાર કરીએ અને એમ કરવામાં જરા પણ ઢીલ ન કરીએ!

લૉરા બારીની બહાર જુએ છે, અબી પ્રાર્થના કરે છે, અબી અને લૉરા એકબીજાને ભેટે છે, ફોટો પડાવે છે

નિષ્ક્રિય ભાઈ-બહેનોને ઉત્તેજન આપો વીડિયો બતાવો અને પછી આ સવાલોની ચર્ચા કરો:

  • બહેન અબી જ્યારે એક અજાણી સાક્ષી બહેનને મળ્યા ત્યારે, તેમણે શું કર્યું?

  • નિષ્ક્રિય પ્રકાશકને મદદ કરવાનું વિચારતા હો તો, શા માટે પહેલા વડીલોને મળવું જોઈએ?

  • લૉરાને બીજી વાર મળવા જવા પહેલાં અબીએ કેવી તૈયારી કરી?

  • લૉરાને ઉત્તેજન આપતી વખતે અબીએ કઈ રીતે ધીરજ અને પ્રેમ બતાવ્યાં અને અથાક મહેનત કરી?

  • લુક ૧૫:૮-૧૦માં ઈસુએ આપેલા ઉદાહરણમાંથી શું શીખવા મળે છે?

  • લૉરાને મદદ કરવાના પ્રયત્નોને યહોવાએ કેવા આશીર્વાદો આપ્યા?

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો