સ્વિટ્ઝરલૅન્ડમાં રાજ્યગૃહ સમારકામ
રજૂઆતની એક રીત
સુખી કુટુંબની ચાવી શું છે? (T-32 પત્રિકાનું પાન ૧)
સવાલ: આપણે બધા ચાહીએ છીએ કે કુટુંબ સુખી બને, ખરું ને? તો પછી, “સુખી કુટુંબની ચાવી શું છે?” તમને શું લાગે છે?
શાસ્ત્રવચન: લુક ૧૧:૨૮
આમ કહો: આ પત્રિકામાં શાસ્ત્રમાંથી અમુક સિદ્ધાંતો જણાવ્યા છે, જે કુટુંબને સુખી બનાવવા મદદ કરી શકે છે.
સત્ય શીખવો
સવાલ: શું એ જાણવું શક્ય છે કે, ભવિષ્યમાં શું થવાનું છે?
શાસ્ત્રવચન: યશા ૪૬:૧૦
સત્ય: શાસ્ત્ર દ્વારા ઈશ્વર બતાવે છે કે ભવિષ્યમાં કેવા દિવસો આવશે.
કુટુંબ સુખી બનાવો
પ્રસ્તાવના: કુટુંબને લગતો એક નાનો વીડિયો અમે બધાને બતાવીએ છીએ. [કુટુંબ સુખી બનાવો પ્રસ્તાવના વીડિયો બતાવો.]
આમ કહો: જો તમને વીડિયોમાં બતાવેલી પુસ્તિકા વાંચવી હોય, તો હું તમને એની એક પ્રત આપી શકું, એ મફત છે. અથવા વેબસાઇટ પરથી કઈ રીતે ડાઉનલોડ કરવી એ બતાવી શકું.
રજૂઆત તમારા શબ્દોમાં
ઉપર આપેલા દાખલા પ્રમાણે જાતે જ પ્રચારની રજૂઆત તૈયાર કરો.