બાઇબલમાં રહેલો ખજાનો | યિર્મેયા ૪૪-૪૮
“પોતાને માટે મહત્તા” શોધીશ નહિ
બારૂખ કદાચ રાજ દરબારમાં એક શિક્ષિત અધિકારી હતા. તે યહોવાના ભક્ત હતા અને યિર્મેયાના વફાદાર મદદનીશ હતા. પણ, એક સમયે તેમનું ધ્યાન ભક્તિ પરથી ફંટાઈ ગયું. તે “પોતાને માટે મહત્તા” શોધવા લાગ્યા, કદાચ રાજ દરબારમાં ઊંચી પદવી કે વધુ માલ-મિલકતની ઝંખના રાખવા લાગ્યા. યરૂશાલેમના આવનાર વિનાશમાંથી બચવા જરૂરી હતું કે તે પોતાના વલણમાં ફેરફાર કરે.