યહોવાના સેવકો તરીકે આપણું જીવન
શું તમે પોતાને માફ કરો છો?
અગાઉ કરેલી ભૂલોને યહોવાએ તો માફ કરી દીધી છે, પણ કદાચ તમે પોતાને હજી માફ કરી શક્યા નથી. “યહોવાને વફાદાર રહીએ” ૨૦૧૬ યહોવાના સાક્ષીઓના સંમેલનમાં પ્રવચન અને વીડિયો દ્વારા આ મુદ્દાની ચર્ચા કરવામાં આવી હતી. JW લાઇબ્રેરી ઍપનો ઉપયોગ કરીને એ વીડિયો ફરી જુઓ અને આ સવાલોની ચર્ચા કરો:
સોનિયા કેટલો સમય બહિષ્કૃત હતી?
સોનિયાને વડીલોએ કઈ કલમ બતાવી હતી અને એનાથી તેને કેવી મદદ મળી?
સોનિયાને મંડળમાં પાછી લેવામાં આવી ત્યારે, મંડળનાં ભાઈ-બહેનો તેની સાથે કઈ રીતે વર્ત્યા?
સોનિયાને કઈ લાગણીઓ સતાવી રહી હતી અને તેના પિતાએ કઈ રીતે તેને મદદ કરી?