યહોવાના સેવકો તરીકે આપણું જીવન
ઈશ્વરને વફાદાર રહેવા જરૂરી ગુણ—હિંમત
કેમ મહત્ત્વનું:
પ્રચાર કરવા હિંમત જરૂરી છે.—પ્રેકા ૫:૨૭-૨૯, ૪૧, ૪૨
મહાન વિપત્તિમાં આપણી હિંમતની કસોટી થશે.—માથ ૨૪:૧૫-૨૧
માણસોનો ડર રાખવાથી ગંભીર પરિણામો આવે છે.—યિર્મે ૩૮:૧૭-૨૦; ૩૯:૪-૭
કઈ રીતે કરી શકીએ:
યહોવાએ પોતાના ભક્તોને બચાવવા જે કર્યું છે, એ પર મનન કરો.—નિર્ગ ૧૪:૧૩
હિંમત રાખવા અને નીડર બનવા પ્રાર્થના કરો.—પ્રેકા ૪:૨૯, ૩૧
યહોવા પર પૂરો ભરોસો રાખો.—ગી ૧૧૮:૬
પ્રચારમાં કયા ડર પર મારે જીત મેળવવાની જરૂર છે?
વફાદારીને કોરી ખાતી બાબતોથી દૂર રહીએ—માણસોનો ડર વીડિયો બતાવો અને આ સવાલોની ચર્ચા કરો:
પ્રચારમાં હિંમત રાખવી શા માટે ખૂબ જરૂરી છે?
નીતિવચનો ૨૯:૨૫માં કયો વિરોધાભાસ જોવા મળે છે?
શા માટે અત્યારે આપણે હિંમત કેળવવી જોઈએ?