યહોવાના સેવકો તરીકે આપણું જીવન
ઈશ્વરને વફાદાર રહેવા જરૂરી ગુણ—શ્રદ્ધા
કેમ મહત્ત્વનું:
શ્રદ્ધા વગર ઈશ્વરને ખુશ કરવા અશક્ય છે.—હિબ્રૂ ૧૧:૬
ઈશ્વરનાં વચનોમાં શ્રદ્ધા રાખવાથી સતાવણીઓ સહેવા મદદ મળે છે.—૧પી ૧:૬, ૭
શ્રદ્ધાની ખામી પાપ તરફ લઈ જઈ શકે.—હિબ્રૂ ૩:૧૨, ૧૩
કઈ રીતે કરી શકીએ:
શ્રદ્ધા મજબૂત થાય માટે પ્રાર્થના કરો.—લુક ૧૧:૯, ૧૩; ગલા ૫:૨૨
બાઇબલ વાંચો અને એની પર મનન કરો.—રોમ ૧૦:૧૭; ૧તિ ૪:૧૫
જેઓ શ્રદ્ધામાં મજબૂત છે, તેઓ સાથે નિયમિત રીતે સંગત રાખો.—રોમ ૧:૧૧, ૧૨
હું કઈ રીતે મારી અને મારા કુટુંબની શ્રદ્ધા મજબૂત કરી શકું?
વફાદારીને મજબૂત કરતી બાબતોમાં લાગુ રહીએ—શ્રદ્ધા વીડિયો બતાવો અને આ સવાલોની ચર્ચા કરો:
‘ઢોંગ વગરની શ્રદ્ધા’ કોને કહેવાય? (૧તિ ૧:૫)
શ્રદ્ધા દૃઢ બનાવવા કઈ બાબતો ટાળવી જોઈએ?
મહાન વિપત્તિ દરમિયાન શા માટે શ્રદ્ધાની જરૂર પડશે? (હિબ્રૂ ૧૦:૩૯)