કૂક ટાપુ પર સભામાં આવવા લોકોને આમંત્રણ આપવામાં આવે છે
રજૂઆતની એક રીત
જીવનના મહત્ત્વના સવાલોના જવાબ ક્યાંથી મળી શકે? (T-37)
સવાલ: કુટુંબો, તરુણો અને બાળકો ભરોસાપાત્ર મદદ ક્યાંથી મેળવી શકે? અમે લોકોને મળીને બતાવીએ છીએ કે સહેલાઈથી ભરોસાપાત્ર માહિતી મેળવી શકાય છે. [જો ઘરમાલિક વધારે જાણવા માંગે તો પત્રિકા આપો.]
શાસ્ત્રવચન: ગી ૧૧૯:૧૦૫
આમ કહો: [પત્રિકાનું પાન બે બતાવો.] jw.org વેબસાઇટ પર લેખો અને વીડિયો દ્વારા સુંદર માહિતી મળે છે.
સત્ય શીખવો
સવાલ: શું તમને લાગે છે કે વિજ્ઞાન શાસ્ત્રને ખોટું સાબિત કરે છે?
શાસ્ત્રવચન: અયૂ ૨૬:૭
સત્ય: વિજ્ઞાનની નજરે પણ શાસ્ત્ર સચોટ પુરવાર થયું છે.
મંડળની સભાનું આમંત્રણ (inv)
આમ કહો: હું તમને શાસ્ત્ર આધારિત પ્રવચન માટે આમંત્રણ આપવા ચાહું છું. પ્રવેશ વિના મૂલ્યે છે. એ પ્રવચન અમારા રાજ્યગૃહમાં છે. [અઠવાડિયાના અંતે થતી સભાના સમય અને સ્થળ બતાવીને આમંત્રણ પત્રિકા આપો તથા પ્રવચનનો વિષય જણાવો.]
સવાલ: શું તમે પહેલાં ક્યારેય રાજ્યગૃહમાં ગયા છો? [સંજોગો પ્રમાણે કિંગ્ડમ હૉલમાં શું થાય છે? વીડિયો બતાવો.]
રજૂઆત તમારા શબ્દોમાં
ઉપર આપેલા દાખલા પ્રમાણે જાતે જ પ્રચારની રજૂઆત તૈયાર કરો.