યહોવાના સેવકો તરીકે આપણું જીવન
યહોવાની સ્તુતિ કરવા માટે જીવો!
જીવન એક અનમોલ ભેટ છે. આપણા જીવનઢબ પરથી દેખાઈ આવશે કે એ ભેટ માટે આપણને કેટલી કદર છે. યહોવાના સાક્ષી તરીકે આપણે જીવનદાતા યહોવાને માન-મહિમા આપવા પોતાનું હુન્નર અને કૌશલ્ય વાપરીએ છીએ. (ગી ૩૬:૯; પ્રક ૪:૧૧) પણ, આ દુષ્ટ દુનિયામાં, રોજબરોજની ચિંતાઓ ભક્તિની આડે આવી શકે છે. (માર્ક ૪:૧૮, ૧૯) આપણે દિલમાં ડોકિયું કરીએ અને પોતાને પૂછીએ: “શું હું યહોવાને ખરેખર ઉત્તમ આપું છું? (હોશી ૧૪:૨) મારી નોકરી કે કૅરિયરની યહોવાની ભક્તિ પર કેવી અસર પડે છે? ભક્તિમાં મેં કેવા ધ્યેયો રાખ્યા છે? હું કઈ રીતે સેવાકાર્યમાં હજી વધારે કરી શકું?” જો તમને લાગે કે આ બાબતોમાં તમારે સુધારો કરવાની જરૂર છે, તો મદદ માટે યહોવાને પ્રાર્થના કરો અને જરૂરી ફેરફારો કરો. કોઈ શંકા વગર દરરોજ યહોવાની સ્તુતિ કરવાથી આપણને સંતોષ અને આનંદ મળશે!—ગી ૬૧:૮.
તમારું હુન્નર તમે કોને આપી રહ્યા છો?
તમારા હુન્નરનો ઉપયોગ યહોવા માટે કરો વીડિયો જુઓ અને આ સવાલોના જવાબ આપો:
તમારું હુન્નર શેતાનની દુનિયાને આપવું કેમ મૂર્ખામી ગણાશે? (૧યો ૨:૧૭)
યહોવાની સેવામાં ઉત્તમ આપનારને કેવા આશીર્વાદો મળે છે?
યહોવાની સેવાના કયા પાસામાં તમારું હુન્નર અને કૌશલ્ય વાપરશો?