બાઇબલમાં રહેલો ખજાનો | નાહૂમ ૧–હબાક્કૂક ૩
યહોવાની ભક્તિમાં સજાગ અને ઉત્સાહી રહો
બાબેલોન દ્વારા યહુદાહનો વિનાશ થવાનો હતો. એ અશક્ય લાગતું હશે, કારણ કે યહુદાહ પર શક્તિશાળી ઇજિપ્તનો હાથ હતો; અને ખાલદીઓ ઇજિપ્ત જેટલા શક્તિશાળી ન હતા. વધુમાં, ઘણા યહુદીઓએ સપનામાં પણ વિચાર્યું ન હતું કે યહોવા પોતાના મંદિરનો અને યરૂશાલેમનો વિનાશ થવા દેશે. લોકો ગમે એ વિચારે, ભવિષ્યવાણી પૂરી થવાની જ હતી. એટલે, એ દિવસની વાટ જોવા હબાક્કૂક ભક્તિમાં સજાગ અને ઉત્સાહી રહે એ જરૂરી હતું.
મને શા માટે ખાતરી છે કે, આ દુષ્ટ દુનિયાનો વિનાશ ખૂબ નજીક છે?
હું કઈ રીતે ભક્તિમાં સજાગ અને ઉત્સાહી રહી શકું?