વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૭ ડિસેમ્બર પાન ૫
  • અઠવાડિયા દરમિયાન થતી સભાનું નવું નજરાણું

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • અઠવાડિયા દરમિયાન થતી સભાનું નવું નજરાણું
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૭
  • સરખી માહિતી
  • ગધેડીના બચ્ચા પર સવાર રાજા યરૂશાલેમમાં પ્રવેશે છે
    ઈસુ—માર્ગ, સત્ય અને જીવન
  • ક-૭-જ ઈસુના પૃથ્વી પરના જીવનના મુખ્ય બનાવો—યરૂશાલેમમાં ઈસુનું છેલ્લું પ્રચારકાર્ય (ભાગ ૧)
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • તમારું “આમેન” કહેવું યહોવાની નજરે ઘણું કીમતી છે
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૯
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૭
mwb૧૭ ડિસેમ્બર પાન ૫
ન્યૂ વર્લ્ડ ટ્રાન્સલેશનની ઓનલાઇન સ્ટડી આવૃત્તિમાં માથ્થીએ જણાવેલી ખુશખબર

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

અઠવાડિયા દરમિયાન થતી સભાનું નવું નજરાણું

જાન્યુઆરી ૨૦૧૮થી, અઠવાડિયા દરમિયાન થતી સભામાં ન્યૂ વર્લ્ડ ટ્રાન્સલેશન ઑફ ધ હોલી સ્ક્રીપ્ચર્સની (nwtsty) ઓનલાઇન અભ્યાસ આવૃત્તિમાંથી અભ્યાસ માહિતી અને ચિત્ર/વીડિયોનો ઉપયોગ કરવામાં આવશે. બની શકે કે હાલ એ માહિતી તમારી ભાષામાં પ્રાપ્ય ન હોય. પરંતુ, એમાં કોઈ શંકા નથી કે આ ગોઠવણથી સભાની તૈયારીમાં ભરપૂર ફાયદો થશે. સૌથી મહત્ત્વનું તો, એના લીધે આપણે પ્રેમાળ પિતા યહોવાની વધુ નજીક જઈ શકીશું.

અભ્યાસ માહિતી

અભ્યાસ માહિતીમાં બાઇબલ કલમો સાથે જોડાયેલાં ભૂગોળ, સંસ્કૃતિ અને ભાષા વિશે વિગતો જણાવવામાં આવી છે.

માથ્થી ૧૨:૨૦

છુંદાએલું બરૂ: ઘરમાં વપરાતો સામાન્ય દીવો માટીના પાત્રથી બનાવવામાં આવતો અને એમાં જૈતુનનું તેલ પૂરવામાં આવતું. બરૂ અથવા દિવેટ તેલને જ્યોત સુધી પહોંચાડતી. ‘છુંદાએલા બરૂ’ માટેનો ગ્રીક શબ્દ એવી દિવેટને રજૂ કરે છે, જેની જ્યોત બુઝાઈ ગઈ છે અથવા બુઝાઈ જવાની આરે છે અને એમાંથી ધુમાડો નીકળે છે. યશાયા ૪૨:૩માં ઈસુના કરુણાના ગુણ વિશે ભાખવામાં આવ્યું હતું. તે નમ્ર અને કચડાયેલા લોકોની આખરી આશાને બુઝવશે નહિ.

માથ્થી ૨૬:૧૩

સાચે જ: ગ્રીક શબ્દ આમેન હકીકતમાં હિબ્રૂ ભાષાનો શબ્દ છે, જેનો અર્થ થાય, “એ પ્રમાણે થાઓ” અથવા “ભરોસાપાત્ર.” કોઈ વાત, વચન અથવા ભવિષ્યવાણી વિશે જણાવતા પહેલાં ઈસુએ અનેક વાર એ શબ્દોનો ઉપયોગ કર્યો હતો, જે બતાવતું હતું કે એ માહિતી ભરોસાપાત્ર છે. ફક્ત ઈસુએ આ રીતે “સાચે જ” અથવા આમેન શબ્દનો ઉપયોગ કર્યો છે! યોહાને લખેલી ખુશખબરમાં જોવા મળે છે કે, ઈસુ એ શબ્દોનો બે વખત ઉલ્લેખ કરતા (આમેન આમેન), જે બતાવતું કે તેમણે કહેલી વાત સોએ સો ટકા સાચી અને ભરોસાપાત્ર હતી.

ચિત્ર/વીડિયો

બાઇબલમાં જણાવેલા અહેવાલોને લગતી વિગતોને ફોટા, ચિત્રો, અવાજ વગરના વીડિયો અને ઍનિમેશન દ્વારા જણાવવામાં આવી છે.

બેથફગે, જૈતુનનો પહાડ અને યરૂશાલેમ

આ નાના વીડિયોમાં પૂર્વ તરફ એત-તૂરથી યરૂશાલેમ જવાનો રસ્તો બતાવ્યો છે, જે જૈતુન પહાડની એક ઊંચી જગ્યાએ લઈ જાય છે. માનવામાં આવે છે કે આજનું એત-તૂર કદાચ બાઇબલ સમયનું બેથફગે છે. બેથફગેથી પૂર્વમાં જૈતુન પહાડના પૂર્વ ઢોળાવ પર બેથાની ગામ આવે છે. ઈસુ અને તેમના શિષ્યો યરૂશાલેમમાં હોય ત્યારે, મોટાભાગે બેથાની ગામમાં રહેતા. આજે એ ગામ અરબીમાં એલ-અઝારીયેહ (એલ-ઈઝારીયા) નામથી ઓળખાય છે, જેનો અર્થ થાય, “લાજરસની જગ્યા.” એમાં કોઈ શંકા નથી કે માર્થા, મરિયમ અને લાજરસના ઘરે ઈસુ રોકાયા હતા. (માથ ૨૧:૧૭; માર્ક ૧૧:૧૧; લુક ૨૧:૩૭; યોહ ૧૧:૧) તેઓના ઘરથી યરૂશાલેમ જતી વખતે કદાચ ઈસુ એ જ રસ્તે ગયા હશે, જે વીડિયોમાં બતાવ્યો છે. ઈસવીસન ૩૩માં, નીસાન ૯મીએ જ્યારે ગધેડા પર બેસીને ઈસુ જૈતુન પહાડ પર ગયા હતા, ત્યારે તે કદાચ બેથફગેથી યરૂશાલેમ તરફ જતા રસ્તે ગયા હશે.

બેથાનીથી યરૂશાલેમ જવા ઈસુ કદાચ આ રસ્તે ગયા હતા
  1. ૧. બેથાનીથી બેથફગે જતો રસ્તો

  2. ૨. બેથફગે

  3. ૩. જૈતુનનો પહાડ

  4. ૪. કિદ્રોનની ખીણ

  5. ૫. પર્વત પરનું મંદિર

એડીના હાડકામાં ખીલો

માનવ એડીના હાડકામાં આરપાર ખીલો

૧૯૬૮માં ઉત્તર યરૂશાલેમમાં થયેલા ખોદકામ વખતે માનવ એડી અને એની આરપાર થયેલો ૪.૫ ઇંચનો લોખંડનો ખીલો મળી આવ્યો હતો. એની નકલ કરેલો નમૂનો અહીં ફોટામાં આપ્યો છે. પુરાતત્વશાસ્ત્રનો આ વધુ એક પુરાવો છે, જે બતાવે છે કે વધસ્તંભ પર વ્યક્તિનો વધ કરવા માટે કદાચ ખીલાનો ઉપયોગ થતો હતો. લાગે છે કે ઈસુને વધસ્તંભ પર લટકાવવા માટે રોમનોએ એવા જ ખીલાનો ઉપયોગ કર્યો હતો. ઓસ્યુઅરી તરીકે ઓળખાતા પથ્થરના પાત્રમાં એ વસ્તુઓ મળી આવી હતી. વ્યક્તિના મરણ પછી, જ્યારે તેનું માંસ સડી જાય ત્યારે તેના સૂકાયેલાં હાડકાં એવા પથ્થરના પાત્રમાં મૂકવામાં આવતાં. એ દર્શાવે છે કે, વધસ્તંભે મરણ પામેલી વ્યક્તિને દફનાવી શકાતી હતી.—માથ ૨૭:૩૫.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો