બાઇબલમાં રહેલો ખજાનો | માથ્થી ૨૦-૨૧
“જે કોઈ તમારામાં મોટો થવા ચાહે તેણે તમારા સેવક બનવું જોઈએ”
ઘમંડી શાસ્ત્રીઓ અને ફરોશીઓને “બજારમાં” જવું ખૂબ ગમતું, કારણ કે ત્યાં લોકો તેઓને સલામ કરતા અથવા તેઓની વાહવાહ કરતા
ઘમંડી શાસ્ત્રીઓ અને ફરોશીઓ બીજાઓને પ્રભાવિત કરવા ચાહતા અને માન-મોભો મેળવવા તરસ્યા હતા. (માથ ૨૩:૫-૭) પણ, ઈસુ એવા ન હતા. શાસ્ત્ર જણાવે છે કે, “માણસનો દીકરો સેવા કરાવવાને નહિ, પણ સેવા કરવાને આવ્યો છે.” (માથ ૨૦:૨૮) શું આપણી ભક્તિનો મુખ્ય હેતુ લોકોની વાહવાહ મેળવવાનો છે? પરંતુ, યહોવાની પ્રશંસા મેળવવા ચાહતા હોઈએ તો, ઈસુને પગલે ચાલીશું અને બીજાઓને મદદ કરવા બનતું બધું જ કરીશું. એવાં કામો મોટાભાગે લોકોની નજરમાં આવતા નથી, પણ યહોવા એને જોઈ શકે છે. (માથ ૬:૧-૪) એક નમ્ર સેવક . . .
પ્રાર્થનાઘરની સાફસફાઈ અને સંભાળ રાખવામાં ભાગ લેશે
વૃદ્ધ અને બીજાં ભાઈ-બહેનોને મદદ કરવા પહેલ કરશે
રાજ્યનાં કામોને ટેકો આપવા આર્થિક રીતે મદદ કરશે