બાઇબલમાં રહેલો ખજાનો | માથ્થી ૨૫
“જાગતા રહો”
ઈસુએ આપેલું દસ કન્યાનું દૃષ્ટાંત અભિષિક્તો માટે છે, છતાં એનો બોધપાઠ બધા ખ્રિસ્તીઓને લાગુ પડે છે. (w૧૫ ૩/૧૫ ૧૨-૧૬) “તેથી, જાગતા રહો, કેમ કે તમે એ દિવસ કે એ ઘડી જાણતા નથી.” (માથ ૨૫:૧૩) ઈસુએ આપેલું દૃષ્ટાંત શું તમે સમજાવી શકો?
વરરાજા (કલમ ૧)—ઈસુ
સમજદાર કન્યાઓ તૈયાર હતી (કલમ ૨)—અભિષિક્તો પોતાની સોંપણી પૂરી વફાદારીથી નિભાવવા તૈયાર છે અને અંત સુધી જ્યોતિઓની જેમ પ્રકાશતા રહે છે (ફિલિ ૨:૧૫)
પોકાર સંભળાયો: “વરરાજા આવે છે!” (કલમ ૬)—ઈસુની હાજરીનો પુરાવો
મૂર્ખ કન્યાઓ (કલમ ૮)—એવા અભિષિક્તો જેઓ વરરાજાને મળવા જાય છે પણ જાગતા ન રહ્યા અને બેવફા બને છે
સમજદાર કન્યાઓએ તેલ આપવાની ના પાડી (કલમ ૯)—આખરી મુદ્રા થઈ ગયા પછી વફાદાર અભિષિક્તો બેવફા બનેલા અભિષિક્તોને કોઈ પણ રીતે મદદ નહિ કરી શકે
“વરરાજા આવી પહોંચ્યો” (કલમ ૧૦)—મોટી વિપત્તિના અંતિમ ભાગમાં ઈસુ ન્યાય કરવા આવે છે
સમજદાર કન્યાઓ વરરાજા સાથે લગ્નની મિજબાનીમાં ગઈ અને દરવાજો બંધ કરી દેવામાં આવ્યો (કલમ ૧૦)—ઈસુ વફાદાર અભિષિક્તોને સ્વર્ગમાં એકઠા કરે છે, પણ બેવફા અભિષિક્તોને સ્વર્ગનું ઈનામ નહિ મળે