વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૮ જૂન પાન ૭
  • સોશિયલ મીડિયાના ફાંદાથી બચો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • સોશિયલ મીડિયાના ફાંદાથી બચો
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૮
  • સરખી માહિતી
  • સોશિયલ મીડિયા પર તમે કોને દોસ્ત બનાવશો?
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૨
  • સોશિયલ નેટવર્કિંગ સોશિયલ નેટવર્કિંગ વિષે મહત્ત્વના ચાર સવાલો
    સજાગ બનો!—૨૦૧૨
  • સોશિયલ નેટવર્કિંગ વિષે શું ધ્યાન રાખવું જોઈએ? ભાગ ૧
    સજાગ બનો!—૨૦૧૨
  • સોશિયલ નેટવર્કિંગ વિષે શું ધ્યાન રાખવું જોઈએ? ભાગ ૨
    સજાગ બનો!—૨૦૧૨
વધુ જુઓ
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૮
mwb૧૮ જૂન પાન ૭

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

સોશિયલ મીડિયાના ફાંદાથી બચો

ઈસુ પથ્થરને રોટલી બનાવવાનો નકાર કરે છે

કેમ મહત્ત્વનું: કોઈ એક સાધનની જેમ સોશિયલ મીડિયા પણ ઉપયોગી કે જોખમકારક સાબિત થઈ શકે છે. ઘણા ઈશ્વરભક્તો એનો ઉપયોગ જ નથી કરતા. બીજા અમુક પોતાનાં સગાં અને મિત્રો સાથે સંપર્કમાં રહેવા એનો ઉપયોગ કરે છે. પણ, શેતાન ચાહે છે કે આપણે વગર વિચાર્યે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીએ, જેથી આપણી શાખ અને યહોવા સાથેનો આપણો સંબંધ બરબાદ થઈ જાય. ઈસુની જેમ આપણે પણ જોખમોને પારખવા અને એને ટાળવા બાઇબલ સિદ્ધાંતોની મદદ લઈ શકીએ છીએ.—લુક ૪:૪, ૮, ૧૨.

જોખમો:

  • વધુ પડતો ઉપયોગ. સોશિયલ મીડિયા પાછળ કલાકોના કલાકો ડૂબ્યા રહેવાથી આપણો કીમતી સમય વેડફાઈ જશે અને યહોવાની સેવા માટે સમય જ નહિ રહે

    બાઇબલ સિદ્ધાંતો: એફે ૫:૧૫, ૧૬; ફિલિ ૧:૧૦

  • અયોગ્ય માહિતી જોવી. જાતીય લાગણીઓ ઉશ્કેરે એવાં ચિત્રો જોવાથી પોર્નોગ્રાફીની લત લાગી શકે અથવા અનૈતિક કામોમાં ફસાઈ શકીએ છીએ. યહોવાની ભક્તિ છોડી દીધી હોય એવા લોકોના લેખો અથવા બ્લોગ્સ વાંચવાથી આપણી શ્રદ્ધા જોખમમાં મૂકાય છે

    બાઇબલ સિદ્ધાંતો: માથ ૫:૨૮; ફિલિ ૪:૮

  • અયોગ્ય ફોટા અને કોમેન્ટ. હૃદય સૌથી કપટી છે, એટલે વ્યક્તિ કદાચ સોશિયલ મીડિયા પર અયોગ્ય ફોટા કે કોમેન્ટ પોસ્ટ કરી દે. પણ એનાથી તો કોઈનું નામ બદનામ થઈ શકે છે અથવા એ વ્યક્તિની શ્રદ્ધા નબળી પડી જઈ શકે છે

    બાઇબલ સિદ્ધાંતો: રોમ ૧૪:૧૩; એફે ૪:૨૯

સોશિયલ મીડિયાનો ઉપયોગ કરો, પણ સમજદારીથી વીડિયો જુઓ. પછી ચર્ચા કરો કે આ સંજોગોને કેવી રીતે ટાળી શકાય:

સોશિયલ મીડિયાની મદદથી એક ચોર જાણી જાય છે કે, ઘરમાલિક રજા માણવા ગયો છે
નોકરી શોધવા જાઓ છો ત્યારે, સોશિયલ મીડિયા પર કરેલી તમારી અયોગ્ય પોસ્ટ ઇન્ટરવ્યૂ લેનાર જુએ છે
સોશિયલ મીડિયા પર ખરાબ ભાષાનો ઉપયોગ થાય છે
મોડે સુધી સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવાને લીધે સવારે ઊઠવું મુશ્કેલ બને છે
    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો