વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb22 માર્ચ પાન ૯
  • સોશિયલ મીડિયા પર તમે કોને દોસ્ત બનાવશો?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • સોશિયલ મીડિયા પર તમે કોને દોસ્ત બનાવશો?
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૨
  • સરખી માહિતી
  • સોશિયલ મીડિયાના ફાંદાથી બચો
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૮
  • સોશિયલ નેટવર્કિંગ વિષે શું ધ્યાન રાખવું જોઈએ? ભાગ ૨
    સજાગ બનો!—૨૦૧૨
  • બાળકો ઇન્ટરનેટ વાપરે ત્યારે માબાપે શું ધ્યાનમાં રાખવું જોઈએ?
    સજાગ બનો!—૨૦૦૯
  • આપણી વેબસાઇટનો ઉપયોગ કુટુંબ સાથેના અને વ્યક્તિગત અભ્યાસ માટે કરીએ
    ૨૦૧૨ આપણી રાજ્ય સેવા
વધુ જુઓ
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૨
mwb22 માર્ચ પાન ૯

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

સોશિયલ મીડિયા પર તમે કોને દોસ્ત બનાવશો?

દોસ્ત એને કહેવાય જેઓ વચ્ચે લાગણી હોય, પ્રેમ હોય અને માન હોય. દાખલા તરીકે, દાઉદે ગોલ્યાથને મારી નાખ્યો, એ પછી દાઉદ અને યોનાથાનની દોસ્તી પાકી થઈ ગઈ. (૧શ ૧૮:૧) તેઓમાં સારા ગુણો હતા એટલે તેઓ દોસ્ત બન્યા. એનાથી શું શીખવા મળે છે? એ જ કે દોસ્તી કરવા એકબીજાને ઓળખવા બહુ જરૂરી છે. પણ એમ કરવા સમય અને મહેનત લાગે છે. સોશિયલ મીડિયા પર એક ક્લિકથી હજારો “દોસ્ત” બનાવી શકીએ છીએ, પણ તેઓ સાચા દોસ્ત હોતા નથી. તેઓ પોતાની ઓળખ છુપાવે છે. તેઓ બીજાઓના દિલ જીતવા મીઠી મીઠી વાતો કરે છે. એટલે સોશિયલ મીડિયા પર સમજી-વિચારીને દોસ્ત બનાવવા જોઈએ. જો તમને એવી કોઈ વ્યક્તિની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવે જેને તમે સારી રીતે ઓળખતા નથી, તો તેની ફ્રેન્ડ રિક્વેસ્ટ એક્સેપ્ટ ના કરશો. એવું ના વિચારશો કે તેને ખોટું લાગશે. અમુક લોકો સોશિયલ મીડિયાના જોખમોથી બચવા એને વાપરતા નથી. જો તમે સોશિયલ મીડિયા વાપરવાનું વિચારતા હોવ, તો શાનું ધ્યાન રાખશો?

સોશિયલ મીડિયાનો ઉપયોગ કરો, પણ સમજદારીથી વીડિયો જુઓ. પછી આ સવાલોના જવાબ આપો:

  • “સોશિયલ મીડિયાનો ઉપયોગ કરો, પણ સમજદારીથી” વીડિયોનું દૃશ્ય છે. એક છોકરી ટીવી પર પોતાના ફોટા જોઈને ચોંકી જાય છે.

    સોશિયલ મીડિયા પર ફોટા મૂકતા કે કંઈક લખતા પહેલાં શું ધ્યાનમાં રાખવું જોઈએ?

  • “સોશિયલ મીડિયાનો ઉપયોગ કરો, પણ સમજદારીથી” વીડિયોનું દૃશ્ય છે. ત્રાજવામાં એક બાજુ છોકરીનો સરસ ફોટો છે, તો બીજી બાજુ સિક્કાની થપ્પી છે. એક છોકરી ટીવી પર પોતાના ફોટા જોઈને ચોંકી જાય છે. સિક્કા કરતાં ફોટાનું વજન વધારે છે.

    તમારે કેમ સમજી-વિચારીને દોસ્ત બનાવવા જોઈએ?

  • “સોશિયલ મીડિયાનો ઉપયોગ કરો, પણ સમજદારીથી” વીડિયોનું દૃશ્ય છે. બે તોફાની માણસો એક છોકરાને સોશિયલ મીડિયા પર પોસ્ટ બતાવે છે અને એ છોકરો પોતાની આંખો પર હાથ મૂકી દે છે.

    સોશિયલ મીડિયા પાછળ કેટલો સમય વાપરશો એ કેમ પહેલેથી નક્કી કરવું જોઈએ?—એફે ૫:૧૫, ૧૬

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો