આપણી વેબસાઇટનો ઉપયોગ કુટુંબ સાથેના અને વ્યક્તિગત અભ્યાસ માટે કરીએ
ઓનલાઇન નવાં-નવાં મૅગેઝિન વાંચો: ચોકીબુરજ અને સજાગ બનો! આપણને મંડળમાં મળે એના અમુક અઠવાડિયા પહેલાં ઓનલાઇન આવી જાય છે. એટલે તમે એ ઓનલાઇન વાંચી શકો છો. તેમ જ, મૅગેઝિનનું અનેક ભાષામાં ઑડિયો રેકોર્ડિંગ પણ સાંભળી શકો. એ માટે અંગ્રેજી સાઇટ પર સાહિત્ય/મૅગેઝિન વિભાગમાં જાઓ.
ફક્ત વેબસાઇટ પર આવતી માહિતી: અમુક લેખો હવે ફક્ત વેબસાઇટ પર આવશે. જેમ કે, “યુવાનો માટે,” “માય બાઇબલ લેસન્સ,” “કુટુંબ સાથે રમો અને શીખો” અને “યુવાનો પૂછે છે.” કુટુંબ સાથે અથવા વ્યક્તિગત અભ્યાસ કરતી વખતે આપણી સાઇટ પર જઈ માહિતીનો ઉપયોગ કરો. એ માટે તમે અંગ્રેજી સાઇટ પર બાઇબલ શિક્ષણ/બાળકો અથવા બાઇબલ શિક્ષણ/તરુણોના વિભાગમાં જાઓ.
તાજા સમાચાર જુઓ: ઉત્તેજન આપતા અહેવાલો અને અનુભવો વાંચો. તેમ જ, દુનિયા ફરતે ચાલી રહેલાં આપણાં કામમાં વધારો બતાવતા વીડિયો જુઓ. અમુક અહેવાલો આફતના લીધે થયેલા નુકસાન અને સતાવણીને લગતા છે. એ જોવાથી આપણે એ ભાઈ-બહેનો માટે ખાસ પ્રાર્થના કરી શકીશું. (યાકૂ. ૫:૧૬) એ માટે અંગ્રેજી વેબસાઇટ પર ન્યૂઝ વિભાગમાં જાઓ.
ઓનલાઇન લાઇબ્રેરીની મદદથી સંશોધન કરો: તમારી ભાષામાં ઓનલાઇન લાઇબ્રેરી હોય તો, કૉમ્પ્યુટર કે મોબાઇલનો ઉપયોગ કરીને દરરોજનું શાસ્ત્રવચન વાંચો. અથવા નવા સાહિત્યમાંથી સંશોધન કરો. એ માટે “સાહિત્ય/ઓનલાઇન લાઇબ્રેરી” વિભાગમાં જાઓ.
[પાન ૪ પર ડાયગ્રામ]
(લેખને છપાયો છે એવો જોવા એ પ્રકાશનમાં જુઓ)
આમ કરી જુઓ
[પાન ૪ પર ચિત્રનું મથાળું]
૧ ચિત્ર પર ક્લીક કરો અથવા લિંક “ડાઉનલોડ” કરો. ચિત્ર પીડીએફ ફાઈલમાં ખુલશે. એની પ્રિન્ટ કાઢો અને તમારા બાળકોને એમાંથી જવાબો શોધવાં અથવા કંઈ શીખવાં આપો.
૨ વીડિયો જોવા પ્લે બટન દબાવો.