આપણી વેબસાઇટ દ્વારા બીજી ભાષાના લોકોને મદદ કરો
આપણી વેબસાઇટ બતાવો: વ્યક્તિને બતાવો કે તે કઈ રીતે “વેબસાઇટ ભાષા”માંથી પોતાની ભાષા પસંદ કરી શકે. (અમુક ભાષાઓની સાઇટમાં થોડા જ વિભાગો ઉપલબ્ધ છે.)
તેઓની ભાષામાં વેબપેજ બતાવો: આપણી સાઇટ પર સાહિત્ય વિભાગમાં જાઓ. જેમ કે, બાઇબલ શીખવે છે અથવા સાચો માર્ગ પત્રિકા. ઘરમાલિકની ભાષામાં એ સાહિત્ય બતાવવા “ભાષામાં વાંચો” વિકલ્પ પસંદ કરો.
વ્યક્તિને લેખ સંભળાવો: વ્યક્તિની ભાષામાં કોઈ લેખનું ઑડિયો રેકોર્ડિંગ હોય તો તેને સંભળાવો. જો તમે બીજી ભાષા શીખી રહ્યા હો તો, એ ભાષામાં ઑડિયો રેકોર્ડિંગ સાંભળવાની સાથે સાથે વાંચો. એમ કરવાથી તમને એ ભાષા શીખવા મદદ મળશે. એ માટે “સાહિત્ય/પુસ્તક અને પુસ્તિકાઓ” અથવા “સાહિત્ય/મૅગેઝિન” વિભાગમાં જાઓ.
મૂક-બધિરને સાક્ષી આપો: કોઈ મૂક-બધિર વ્યક્તિ મળે તો તેને સાઇન લેંગ્વેજના વીડિયોમાંથી બાઇબલના અધ્યાયનો અથવા કોઈ પુસ્તકનો, પુસ્તિકાનો કે પત્રિકાનો વીડિયો બતાવો. એ માટે “સાહિત્ય/સાઇન લેંગ્વેજ” વિભાગમાં જાઓ.
[પાન ૬ પર ડાયગ્રામ]
(લેખને છપાયો છે એવો જોવા એ પ્રકાશનમાં જુઓ)
આમ કરી જુઓ
૧ ઑડિયો રેકોર્ડિંગ (જો તમારી ભાષામાં હોય તો) સાંભળવા ▸ ક્લીક કરો અથવા “ડાઉનલોડ ઓપ્શન”માંથી સાહિત્ય ડાઉનલોડ કરો.
૨ “ભાષામાં વાંચો” વિકલ્પમાં ભાષા પસંદ કરી એ પેજ ખોલો.
૩ બીજા લેખમાં અથવા પ્રકરણમાં જવા માટે “પછીનો લેખ” અથવા “વિષય સૂચિ” વિકલ્પ ક્લીક કરો.