જો બીજી ભાષાનું સાહિત્ય જલદી જોઈતું હોય તો
આપણે ઘણી વાર એવા લોકોને મળીએ છીએ જેઓની ભાષાનું સાહિત્ય આપણા મંડળમાં નથી હોતું. જો તમારી પાસે ઇન્ટરનેટ અને પ્રિન્ટર હોય તો તમે લગભગ ૪૦૦ ભાષામાં સાહિત્ય પ્રિન્ટ કરી શકો છો. કેવી રીતે? એ વિષેની માહિતી નીચે આપી છે:
• આપણી વેબસાઈટ www.watchtower.org ઓપન કરો.
• એમાં જમણી બાજુ ભાષાઓનું ટૂંકું લિસ્ટ આપ્યું છે. એમાં ના હોય એવી ભાષા જોઈતી હોય તો દુનિયાના ગોળા પર ક્લિક કરવાથી ઉપલબ્ધ બધી જ ભાષાઓનું લિસ્ટ મળશે.
• તમને જે ભાષા જોઈતી હોય એના પર ક્લિક કરો. એમાં જે પેજ દેખાશે એ પરથી તમે ટ્રેક, બ્રોશર અને બીજા લેખોની માહિતી પ્રિન્ટ કરી શકો છો. આ પેજ તમે પસંદ કરેલી ભાષામાં જોઈ શકશો. જો તમને ટાઈટલ ખબર ના હોય તો ચિંતા કરશો નહિ.
• કોઈ પણ સાહિત્ય પર ક્લિક કરો. સાહિત્ય સ્ક્રિન પર દેખાશે. પ્રિન્ટ બટન વાપરીને તમે પ્રિન્ટ લઈ શકો છો.
આપણી વેબસાઈટમાં થોડું જ સાહિત્ય મૂકેલું છે. વધારાનું સાહિત્ય તમે મંડળ દ્વારા મંગાવી શકો છો. વ્યક્તિને વધુ રસ હોય તો મંડળ દ્વારા સાહિત્ય મંગાવવું જોઈએ.