આપણી વેબસાઇટનો પ્રચારમાં ઉપયોગ કરો
લોકોને આપણી વેબસાઇટનો ઉપયોગ કરવા જણાવો: પ્રચારમાં અમુક લોકો આપણી સાથે વાત કરતા અચકાય, પણ આપણું સાહિત્ય સ્વીકારે છે. તેઓને કદાચ પોતે એકલા હોય ત્યારે યહોવાના સાક્ષીઓની વેબસાઇટ jw.org જોવી ગમે. તેથી, દરેક તકે લોકોને આ વેબસાઇટ વિશે જણાવો.
સવાલોના જવાબ: અમુક વખતે ઘરમાલિક, રસ ધરાવતી વ્યક્તિ અથવા કોઈક ઓળખીતાઓ, યહોવાના સાક્ષીઓ કે આપણી માન્યતાઓ વિશે પૂછશે. જો તમારા મોબાઇલ કે કૉમ્પ્યુટરમાં ઇન્ટરનેટ હોય, તો એમાંથી ત્યાંને ત્યાં જ એનો જવાબ બતાવો. જોકે, સારું રહેશે કે ટાંકેલી કલમને આપણે બાઇબલમાંથી વાંચી આપીએ. પણ ઇન્ટરનેટ ન હોય તો વ્યક્તિને jw.org વેબસાઇટ પર જઈને જાતે જવાબ કઈ રીતે મેળવવો એ સમજાવો. એ માટે અંગ્રેજી સાઇટ પર બાઇબલ શિક્ષણ/બાઇબલ સવાલોના જવાબો અથવા આપણા વિશે/વારંવાર પૂછાયેલા સવાલો વિભાગમાં જાઓ.
તમે જાણતા હો તેને લેખ અથવા સાહિત્ય મોકલો: ડાઉનલોડ કરેલી પીડીએફ કે પછી ઈપબ ફાઈલ તમે ઈ-મેઇલમાં મોકલી શકો. અથવા જે સાહિત્ય ઑડિયોમાં ઉપલબ્ધ છે એને ડાઉનલોડ કરી સીડી બનાવી શકો. જો તમે ડાઉનલોડ કરેલાં આખા પુસ્તક, પુસ્તિકા અથવા મૅગેઝિનને બાપ્તિસ્મા ન પામેલી વ્યક્તિને આપો, તો એ રિપોર્ટમાં લખી શકો. અજાણ્યાને અથવા એક સાથે ઘણા બધાને માહિતી મોકલશો નહિ. બીજી કોઈ વેબસાઇટ પર પણ એ માહિતી અપલોડ ન કરશો. એ માટે “સાહિત્ય” વિભાગમાં જાઓ.
યહોવાના સાક્ષીઓ વિશે ન્યૂઝ બતાવો: જેઓ સાથે તમે બાઇબલ અભ્યાસ કરો છો અથવા ફરી મુલાકાત કરો છો, તેઓ દુનિયા ફરતેનું આપણું કામ અને એકતા જોઈ એની કદર કરતા થશે. (ગીત. ૧૩૩:૧) એ માટે અંગ્રેજી વેબસાઇટ પર ન્યૂઝ વિભાગમાં જાઓ.
[પાન ૫ પર ડાયગ્રામ]
(લેખને છપાયો છે એવો જોવા એ પ્રકાશનમાં જુઓ)
આમ કરી જુઓ
૧ “સાહિત્ય” વિભાગમાં જઈ તમે જે ડાઉનલોડ કરવા ચાહો એ પસંદ કરો. પછી, તમને વાંચવું હોય કે સાંભળવું હોય એ આધારે બટન ક્લીક કરો.
૨ MP3 પર ક્લીક કરવાથી એક લીસ્ટ ખુલશે. એમાંથી તમે ચાહો એ લેખ પર ક્લીક કરી એને ડાઉનલોડ કરી શકો અથવા ▸ ક્લીક કરી ઓનલાઇન સાંભળી શકો.
૩ બીજી કોઈ ભાષામાં સાહિત્ય ડાઉનલોડ કરવાં એ ભાષા પસંદ કરો.