યહોવાના સેવકો તરીકે આપણું જીવન
શા માટે કોઈનો પક્ષ ન લેવો જોઈએ? (મીખા ૪:૨)
ભલા સમરૂનીની વાર્તા આપણને યાદ અપાવે છે કે યહોવા ભેદભાવ રાખતા નથી. તે ચાહે છે કે આપણે ‘સર્વનું ભલું કરતા’ રહીએ, પછી ભલે એ લોકો કોઈ પણ રંગ, જાતિ, દેશ, ધર્મ કે સમાજના હોય.—ગલા ૬:૧૦; પ્રેકા ૧૦:૩૪.
શા માટે કોઈનો પક્ષ ન લેવો જોઈએ? (મીખા ૪:૨) વીડિયો જુઓ અને આપેલા સવાલોના જવાબ આપો:
આપણે શા માટે કહી શકીએ કે મીખાહ ૪:૨ના શબ્દો આજના ઈશ્વરભક્તોમાં જોવા મળતા માહોલ વિશે છે?
કોઈ પક્ષ ન લેવો એટલે શું અને એમ કરવું શા માટે મહત્ત્વનું છે?
પ્રકટીકરણ ૧૩:૧૬, ૧૭ કઈ રીતે બતાવે છે કે દુનિયાનું રાજકારણ આપણાં વિચારો અને કાર્યો પર પકડ જમાવવાની કોશિશ કરે છે?
કઈ ત્રણ બાબતો કોઈનો પક્ષ ન લેવાના આપણા મક્કમ ઇરાદાને તોડી શકે છે?