બાઇબલમાં રહેલો ખજાનો | યોહાન ૨૦-૨૧
“શું તું મારા પર આના કરતાં વધારે પ્રેમ રાખે છે?”
માછીમારનું કામ ખૂબ ધીરજ અને મહેનત માંગી લે છે. તેઓ તનતોડ મહેનત કરે છે ને કંઈ પણ જતું કરવા તૈયાર રહે છે ત્યારે, સારી એવી માછલીઓ પકડી શકે છે. (w૧૨-E ૮/૧ ૧૮-૨૦) પીતર એવા જ એક મહેનતુ માછીમાર હતા. તેમણે માણસોને યહોવા તરફ વાળવા એવી જ મહેનત કરવાની હતી. જોકે, પીતરે નક્કી કરવાનું હતું કે પોતે જીવનમાં કયા કામને પ્રથમ રાખશે. માછીમારીના કામને, જેમાં તેમને ખૂબ મજા આવતી હતી? કે પછી ઈસુના શિષ્યોની શ્રદ્ધા મજબૂત કરવાના કામને?
યહોવાની ભક્તિને જીવનમાં પ્રથમ રાખવા તમે કેવા ફેરફારો કર્યા છે?