બાઇબલમાં રહેલો ખજાનો | પ્રેરિતોનાં કાર્યો ૧-૩
ખ્રિસ્તી મંડળ પર પવિત્ર શક્તિ રેડવામાં આવી
સાલ ૩૩માં પચાસમા દિવસના તહેવારે યરૂશાલેમમાં અનેક યહુદીઓ હાજર હતા. એમાંના ઘણા યહુદીઓ બીજા દેશોમાંથી આવ્યા હતા. (પ્રેકા ૨:૯-૧૧) તેઓ મુસાનું નિયમશાસ્ત્ર પાળતા હતા, પણ આખી જિંદગી પરદેશમાં વિતાવી હતી. (યિર્મે ૪૪:૧) એટલે, અમુક તો દેખાવ અને બોલચાલમાં યહુદી જેવા નહિ, પણ જે દેશમાં રહેતા હતા ત્યાંના જેવા લાગતા હતા. જ્યારે એ અલગ અલગ દેશોમાંથી આવેલા ૩,૦૦૦ લોકોએ બાપ્તિસ્મા લીધું, ત્યારે ખ્રિસ્તી મંડળમાં અચાનક વિવિધતા ઊભરાઈ આવી. અલગ અલગ સમાજમાંથી આવતા હોવા છતાં, “તેઓ દરરોજ મંદિરમાં એક મનથી નિયમિત હાજર રહેતા.”—પ્રેકા ૨:૪૬.
આવા લોકોને દિલથી પ્રેમ બતાવવા તમે શું કરી શકો?
બીજી જગ્યાએથી આવીને તમારા વિસ્તારમાં રહેતા લોકો
બીજા દેશોમાંથી આવેલાં તમારા મંડળનાં ભાઈ-બહેનો