બાઇબલમાં રહેલો ખજાનો | પ્રેરિતોનાં કાર્યો ૨૩-૨૪
પાઊલ બધી આફતોનું મૂળ છે અને બળવો કરવા ઉશ્કેરે છે એવો આરોપ
યરૂશાલેમમાં યહુદીઓએ “સોગંદ લીધા” કે તેઓ પાઊલને મારી નાખશે. (પ્રેકા ૨૩:૧૨) પણ, યહોવા ચાહતા હતા કે પાઊલ રોમમાં જઈને સાક્ષી આપે. (પ્રેકા ૨૩:૧૧) યહુદીઓના કાવતરા વિશે પાઊલનો ભાણેજ સાંભળી ગયો. તેણે પાઊલને એ ખબર આપી દીધી, આમ તે મોતના મોંમાંથી બચી ગયા. (પ્રેકા ૨૩:૧૬) આ અહેવાલમાંથી આપણને શું શીખવા મળે છે? નીચેના સવાલોના જવાબ આપો.
લોકો ઈશ્વરની ઇચ્છા વિરુદ્ધ કંઈક કરે છે ત્યારે શું થાય છે?
આપણને મદદ કરવા ઈશ્વર કોનો ઉપયોગ કરી શકે?
હિંમત વિશે શું શીખવા મળે છે?