વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૮ નવેમ્બર પાન ૭
  • “યહોવાને રાજીખુશીથી અર્પણ કરીએ”

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • “યહોવાને રાજીખુશીથી અર્પણ કરીએ”
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૮
  • સરખી માહિતી
  • તમારા પ્રેમ માટે યહોવાનો આભાર માનીએ
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૧
  • યહોવાના સાક્ષીઓનાં કાર્ય માટે પૈસા ક્યાંથી આવે છે?
    વારંવાર પૂછાતા સવાલો
  • યહોવાને આપણે કઈ ભેટ આપી શકીએ?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૮
  • ‘બે નાના સિક્કાનું’ મહત્ત્વ
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૦
વધુ જુઓ
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૮
mwb૧૮ નવેમ્બર પાન ૭

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

“યહોવાને રાજીખુશીથી અર્પણ કરીએ”

એક વ્યક્તિ દાન પેટીમાં દાન મૂકે છે; એક વ્યક્તિ ઓનલાઇન દાન કરે છે

આપણે કઈ રીતે ‘યહોવાને રાજીખુશીથી અર્પણ’ આપી શકીએ? (૧કા ૨૯:૫, ૯, ૧૪) તમારા વિસ્તારમાં અને આખી દુનિયામાં ચાલતા યહોવાના સાક્ષીઓના કામ માટે રાજીખુશીથી દાનો આપીને. ચાલો એની અમુક રીતો જોઈએ.

ઓનલાઇન કરેલા કે દાનપેટીમાં નાખેલાં દાનો આ કામ માટે ઉપયોગમાં લેવાય છે:

  • જગતવ્યાપી કાર્ય માટે દાન

    જગતવ્યાપી કાર્ય

    શાખા કચેરી અને ભાષાંતર કેન્દ્રોનું બાંધકામ અને એનું સંચાલન

    બાઇબલ શાળાઓ

    પૂરા સમયની ખાસ સેવા આપતા સેવકો

    રાહતકાર્ય

    છાપકામ, વીડિયો બનાવવા અને ઓનલાઇન સાહિત્ય બહાર પાડવા

  • મંડળના ખર્ચા માટે દાન

    તમારા મંડળનો ખર્ચ

    પ્રાર્થનાઘરની સારસંભાળ અને વીજળી-પાણીનાં બીલનો ખર્ચ

    મંડળના ઠરાવ પ્રમાણે શાખા કચેરીને આ કામ માટે દાન મોકલવા:

    • દુનિયા ફરતે પ્રાર્થનાઘર અને સંમેલનગૃહ બાંધવા

    • પ્રાર્થનાઘરોની જાળવણી કે સમારકામની ગોઠવણ

    • જગતવ્યાપી થતાં બીજાં કામો

સંમેલનો

મહાસંમેલનોમાં મળતાં દાનો જગતવ્યાપી કામ માટે વપરાય છે. જગતવ્યાપી કામ માટે મળતાં દાનોથી મહાસંમેલન, ખાસ સંમેલન અને આંતરરાષ્ટ્રીય સંમેલનોના ખર્ચ ઉપાડવામાં આવે છે.

સરકીટ સંમેલનમાં મળતું દાન ભાડું ભરવા, સંચાલન કરવા, સંમેલનના સ્થળની દેખરેખ રાખવા અને સરકીટના બીજા ખર્ચાઓ ઉપાડવા વપરાય છે. જો બધો ખર્ચ કાઢ્યા પછી પણ સરકીટ પાસે દાન બચે, તો એ વધારાની રકમ યહોવાના સાક્ષીઓના જગતવ્યાપી કામ માટે આપવાનું ભાઈઓ નક્કી કરી શકે.

donate.jw.org

ઓનલાઇન વધારે જાણો

ઓનલાઇન દાન આપવાની અલગ અલગ રીતો:

  • donate.jw.org પર જાઓ

  • jw.org/gu પર અમારા વિશે વિભાગમાં “દાન” પર ક્લિક કરો

  • JW લાઇબ્રેરી ઍપના મુખ્ય પેજ પર નીચે “દાન” પર ક્લિક કરો

અમુક દેશોમાં દાનો વિશે વધારે માહિતી “વારંવાર પૂછાતા સવાલો”માંથી મળી શકે છે.

ઓનલાઇન દાન આપવાની રીતો વીડિયો દાન આપવાની અલગ અલગ રીતો વિશે મહત્ત્વની માહિતી પૂરી પાડે છે.

દાન આપવાની બીજી રીતો

દુનિયાભરમાં ચાલતાં કામો માટે અમુક વાર દાન આપતા પહેલા અગાઉથી ગોઠવણ કરવાની અને કાયદાકીય સલાહ લેવાની જરૂર પડી શકે. એમાં આનો સમાવેશ થાય છે:

  • વસિયત (વિલ) અને ટ્રસ્ટ

  • જમીન કે મિલકત, શૅર, બૉન્ડ્‌સ અને વીમો

  • શરતી દાનો

જો તમે આ રીતે દાન આપવા માંગતા હો, તો તમારી શાખા કચેરીનો સંપર્ક કરો. ક્યાં સંપર્ક કરવો, એ વિશે તમને donate.jw.org પર માહિતી મળશે.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો