વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૯ ફેબ્રુઆરી પાન ૮
  • ધીરજ રાખીને આતુરતાથી રાહ જોઈએ

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ધીરજ રાખીને આતુરતાથી રાહ જોઈએ
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૯
  • સરખી માહિતી
  • કોઈને તમારું ઇનામ છીનવી લેવા ન દો
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૭
  • “ધીરજને પોતાનું કામ પૂરેપૂરું કરવા દો”
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૬
  • યહોવાના સંગઠનને વળગી રહીએ
    યહોવાની ઇચ્છા પૂરી કરતું સંગઠન
  • મુશ્કેલીઓમાં યહોવા આપણો હાથ પકડી રાખે છે
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૩
વધુ જુઓ
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૯
mwb૧૯ ફેબ્રુઆરી પાન ૮

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

ધીરજ રાખીને આતુરતાથી રાહ જોઈએ

તમે કેટલાં વર્ષોથી ઈશ્વરના રાજ્યની રાહ જુઓ છો? મુશ્કેલીઓનો સામનો કરતી વખતે શું તમે ધીરજ રાખી છે? (રોમ ૮:૨૫) અમુક ભાઈ-બહેનો નફરત, હેરાનગતિ કે જેલ જેવી મુશ્કેલીઓ સહે છે. અમુકને તો મોતની ધમકીઓ પણ મળે છે. વળી કેટલાક જીવલેણ બીમારી કે ઘડપણની તકલીફોનો સામનો કરે છે.

મુશ્કેલીઓ આવી પડે ત્યારે ધીરજ રાખીને આતુરતાથી રાહ જોવા આપણને શું મદદ કરશે? શ્રદ્ધાને મજબૂત રાખવા આપણે દરરોજ બાઇબલ વાંચીએ અને એના પર મનન કરીએ. આપણને મળેલી આશા પરથી નજર ન હટાવીએ. (૨કો ૪:૧૬-૧૮; હિબ્રૂ ૧૨:૨) યહોવાને પ્રાર્થનામાં કાલાવાલા કરીએ કે તે આપણને પવિત્ર શક્તિની મદદ આપે. (લુક ૧૧:૧૦, ૧૩; હિબ્રૂ ૫:૭) યહોવા આપણને “ધીરજ અને આનંદથી બધું સહન” કરવા મદદ કરશે.—કોલો ૧:૧૧.

આપણે “ધીરજથી દોડીએ”—ઈનામ મેળવવાની ખાતરી સાથે વીડિયો જુઓ અને નીચેના સવાલોના જવાબ આપો:

  • જેમી અને તેમના પત્ની પ્રચાર કરે છે

    જીવનમાં કેવા ‘અણધાર્યા સંજોગો’ ઊભા થઈ શકે? (સભા ૯:૧૧)

  • જેમીને સ્ટ્રોક આવ્યા પછી કાર્લભાઈ તેમને એક કલમ બતાવે છે

    પ્રાર્થના કઈ રીતે મુશ્કેલીઓ સહેવા મદદ કરી શકે?

  • જેમી અને કાર્લભાઈ એક યુગલની ઉત્તેજન આપતી મુલાકાત લે છે

    યહોવાની સેવામાં આપણે પહેલાં જેટલું કરી શકતા ન હોય તો, હમણાં જે કરી શકીએ છીએ એના પર જ કેમ વધારે ધ્યાન આપવું જોઈએ?

  • જેમી પોતાને નવી દુનિયામાં રમતા જુએ છે

    મળનાર આશીર્વાદો પરથી નજર ન હટાવીએ

    યહોવા ભાવિમાં જરૂર આશીર્વાદ આપશે એવી ખાતરી રાખવા તમને શું મદદ કરે છે?

જેઓ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે તેઓને અને તેઓના કુટુંબને કઈ રીતે મદદ કરી શકીએ?

  • તેઓ સાથે પ્રેમથી વાત કરીએ. તેઓને કોઈની સાથે સરખાવીએ નહિ

  • ધ્યાનથી સાંભળીએ

  • તેઓ માટે અને તેઓ સાથે પ્રાર્થના કરીએ

  • તેઓ માટે જમવાનું બનાવીએ અથવા ઘરકામ કે એવાં બીજાં કામોમાં મદદ કરીએ

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો