વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb23 જાન્યુઆરી પાન ૯
  • મુશ્કેલીઓમાં યહોવા આપણો હાથ પકડી રાખે છે

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • મુશ્કેલીઓમાં યહોવા આપણો હાથ પકડી રાખે છે
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૩
  • સરખી માહિતી
  • યહોવા “જીવતા ઈશ્વર” છે એ યાદ રાખો
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૪
  • વાચકો તરફથી પ્રશ્નો
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૭
  • યહોવા આપણને એકલા મૂકી નહિ દે
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૫
  • યહોવા કઈ રીતે ધીરજથી મુશ્કેલીઓ સહેવા મદદ કરે છે?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૫
વધુ જુઓ
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૩
mwb23 જાન્યુઆરી પાન ૯
મમ્મી-પપ્પા અને બે બાળકો મંડળનાં ભાઈ-બહેનો સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સમય વિતાવે છે.

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

મુશ્કેલીઓમાં યહોવા આપણો હાથ પકડી રાખે છે

છેલ્લા દિવસોમાં આપણા પર એક પછી એક મુશ્કેલીઓ આવે છે. અમુક વાર આપણને લાગે, ‘હવે મારાથી નઈ સહેવાય!’ પણ જો આપણે યહોવા સાથેનો સંબંધ મજબૂત કરતા રહીશું, તો મોટી મોટી મુશ્કેલીઓનો સામનો કરી શકીશું. અરે, એવી મુશ્કેલીઓનો પણ, જેમાં આપણે સાવ ભાંગી પડ્યા હોઈએ. (યશા ૪૩:૨, ૪) યહોવા સાથેનો સંબંધ કઈ રીતે મજબૂત કરી શકીએ?

પ્રાર્થના. આપણે યહોવા આગળ દિલ ઠાલવીએ છીએ, બધી લાગણીઓ જણાવીએ છીએ ત્યારે તે આપણને મનની શાંતિ આપે છે. તે મુશ્કેલીઓ સહેવા હિંમત આપે છે.—ફિલિ ૪:૬, ૭; ૧થે ૫:૧૭.

સભાઓ. આવા સમયે સભાઓમાં જવાની આપણને સૌથી વધારે જરૂર હોય છે. સભામાં યહોવા આપણને શીખવે છે અને તે ભાઈ-બહેનો સાથે હળવા-મળવાની તક આપે છે. (હિબ્રૂ ૧૦:૨૪, ૨૫) જો સભાની તૈયારી કરીશું, ત્યાં જઈને જવાબ આપીશું, તો યહોવા પવિત્ર શક્તિ દ્વારા જે મદદ કરે છે એનો પૂરેપૂરો ફાયદો મેળવી શકીશું.—પ્રક ૨:૨૯.

પ્રચારકામ. આપણે પ્રચાર કરતા રહીશું તો મુશ્કેલીઓ પર નહિ પણ સારી બાબતો પર મન લગાડી શકીશું. યહોવા અને ભાઈ-બહેનો સાથેનો સંબંધ પણ મજબૂત થશે.—૧કો ૩:૫-૧૦.

યહોવા તમારો સ્વીકાર કરશે વીડિયો જુઓ અને પછી આ સવાલોના જવાબ આપો:

  • મુશ્કેલીઓમાં માલુબહેન કઈ રીતે યહોવા સાથેનો સંબંધ મજબૂત કરતા રહ્યાં?

  • ગીતશાસ્ત્ર ૩૪:૧૮માંથી માલુબહેનની જેમ આપણને કઈ રીતે હિંમત અને દિલાસો મળે છે?

  • માલુબહેનના અનુભવથી કઈ રીતે જોવા મળે છે કે મુશ્કેલીઓમાં યહોવા આપણને “માણસની તાકાત કરતાં ઘણી ચઢિયાતી” તાકાત આપે છે?—૨કો ૪:૭

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો