વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૯ માર્ચ પાન ૭
  • વીડિયો બતાવીને બાઇબલ વિદ્યાર્થીને શીખવો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • વીડિયો બતાવીને બાઇબલ વિદ્યાર્થીને શીખવો
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૯
  • સરખી માહિતી
  • સેવાકાર્યમાં આપણી આવડત વધારે કેળવીએ—શીખવવા વીડિયોનો ઉપયોગ કરીએ
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૬
  • શીખવવા માટે વીડિયોનો ઉપયોગ કરો
    ૨૦૧૩ આપણી રાજ્ય સેવા
  • વિભાગ ૨માં તમે શું શીખ્યા?
    દુઃખ જશે, સુખ આવશે—ઈશ્વર પાસેથી શીખો
  • વિષય
    સજાગ બનો!—૨૦૧૯
વધુ જુઓ
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૯
mwb૧૯ માર્ચ પાન ૭
એક બહેન પોતાના બાઇબલ વિદ્યાર્થીને વીડિયો બતાવે છે

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

વીડિયો બતાવીને બાઇબલ વિદ્યાર્થીને શીખવો

વીડિયો, ચિત્રો અથવા કોઈ વસ્તુ બતાવીને શીખવવામાં આવે તો એ જલદી યાદ રહી જાય છે. એ સમજવું પણ સહેલું હોય છે. આપણા મહાન સર્જનહાર યહોવાએ મહત્ત્વની વાતો શીખવવા એવી જ રીત વાપરી હતી. (ઉત ૧૫:૫; યિર્મે ૧૮:૧-૬) મહાન શિક્ષક ઈસુએ પણ શીખવવા માટે એવી રીતો વાપરી હતી. (માથ ૧૮:૨-૬; ૨૨:૧૯-૨૧) થોડાં વર્ષોથી એમાંની એક રીતથી ઘણો લાભ થયો છે. એ છે, વીડિયો. બાઇબલ વિદ્યાર્થીને શીખવતી વખતે શું તમે વીડિયોનો ઉપયોગ કરો છો?

ઈશ્વર પાસેથી ખુશખબર! પુસ્તિકામાંથી સહેલાઈથી શીખવવા માટે ૧૦ વીડિયો તૈયાર કરવામાં આવ્યા છે. એ પુસ્તિકામાં ઘાટા અક્ષરોમાં અનેક સવાલો છે. મોટાભાગે એ જ સવાલો પરથી વીડિયોનો વિષય પસંદ કરવામાં આવ્યો છે. આપણી વેબસાઈટ પર આ પુસ્તિકામાં દરેક વીડિયોની લિંક આપી છે. એનાથી ખ્યાલ આવશે કે વીડિયો ક્યારે બતાવવો. એ ઉપરાંત શીખવવાનાં સાધનો વિભાગમાં બીજા અનેક વીડિયો પણ છે, જે બીજાં પુસ્તક-પુસ્તિકાઓમાંથી શીખવતી વખતે બતાવી શકાય.

શું તમે બાઇબલના એવા કોઈ વિષય પર ચર્ચા કરી રહ્યા છો, જે વિદ્યાર્થી સહેલાઈથી સમજી શકતો ન હોય? અથવા, શું તમારો વિદ્યાર્થી કોઈ મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યો છે? એવું હોય તો, jw.org® અથવા JW બ્રૉડકાસ્ટિંગ પર એને લગતો યોગ્ય વીડિયો શોધો. એનાથી તેમને મદદ મળશે. શક્ય હોય તો, તમે અને તમારા વિદ્યાર્થી એ વીડિયો સાથે જુઓ અને પછી એના પર ચર્ચા કરો.

દર મહિને નવા નવા વીડિયો બહાર પડે છે. તમે એ જુઓ ત્યારે, વિચારી શકો કે કઈ રીતે બીજાઓને શીખવવામાં એ ઉપયોગી બનશે.

ખુશખબર પુસ્તિકામાં અમુક વિષયને લગતા વીડિયો

  • શું ઈશ્વરનું કોઈ નામ છે? વીડિયો

    પાઠ ૨

    શું ઈશ્વરનું કોઈ નામ છે?

  • બાઇબલના લેખક કોણ છે? વીડિયો

    પાઠ ૩

    બાઇબલના લેખક કોણ છે?

  • કઈ રીતે કહી શકીએ કે બાઇબલનું શિક્ષણ ખરું છે? વીડિયો

    કઈ રીતે કહી શકીએ કે બાઇબલનું શિક્ષણ ખરું છે?

  • ઈસુ શા માટે મરણ પામ્યા? વીડિયો

    પાઠ ૪

    ઈસુ શા માટે મરણ પામ્યા?

  • ઈશ્વરે પૃથ્વી કેમ બનાવી? વીડિયો

    પાઠ ૫

    ઈશ્વરે પૃથ્વી કેમ બનાવી?

  • ગુજરી ગયા પછી વ્યક્તિનું શું થાય છે? વીડિયો

    પાઠ ૬

    ગુજરી ગયા પછી વ્યક્તિનું શું થાય છે?

  • ઈશ્વરનું રાજ્ય શું છે? વીડિયો

    પાઠ ૭

    ઈશ્વરનું રાજ્ય શું છે?

  • ઈશ્વર કેમ દુઃખોને ચાલવા દે છે? વીડિયો

    પાઠ ૮

    ઈશ્વર કેમ દુઃખોને ચાલવા દે છે?

  • શું ઈશ્વર બધા લોકોની ભક્તિ સ્વીકારે છે? વીડિયો

    પાઠ ૧૦

    શું ઈશ્વર બધા લોકોની ભક્તિ સ્વીકારે છે?

  • શું ઈશ્વર બધાની પ્રાર્થનાઓ સાંભળે છે? વીડિયો

    પાઠ ૧૨

    શું ઈશ્વર બધાની પ્રાર્થનાઓ સાંભળે છે?

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો