શીખવવા માટે વીડિયોનો ઉપયોગ કરો
યહોવાએ જ્યારે ઇબ્રાહિમ અને યિર્મેયાને મહત્ત્વની માહિતી જણાવી ત્યારે, તેઓને ફક્ત કહ્યું જ ન હતું, બતાવ્યું પણ હતું. (ઉત્પત્તિ ૧૫:૫; યિર્મેયા ૧૮:૧-૬) આપણા બાઇબલ વિદ્યાર્થી બાઇબલ સત્ય સમજી શકે અને એના ફાયદા જોઈ શકે એ માટે જોઈ શકાય એવી વસ્તુઓનો સારો ઉપયોગ કરી શકીએ. જેમ કે, અંગ્રેજી અથવા બીજી ભાષામાં પ્રાપ્ય વીડિયો બાઇબલ વિદ્યાર્થી સમજી શકતા હોય તો એ બતાવી શકાય. નીચે કેટલાંક સૂચનો છે કે ક્યારે અમુક વીડિયો બતાવી શકાય. ધ્યાન રાખજો કે દરેક વિદ્યાર્થી અલગ હોય છે, એટલે આ ફક્ત સૂચનો છે, નિયમો નહિ.
બાઇબલ શીખવે છે પુસ્તક
◻ પ્રકરણ ૧: ફકરા ૧૭ પછી, ધ વન્ડર્સ ઑફ ક્રિએશન રીવીલ ગોડ્સ ગ્લોરી જુઓ
◻ પ્રકરણ ર: પ્રકરણને અંતે, ધ બાઇબલ—મેનકાઇન્ડ્સ ઓલ્ડેસ્ટ મૉર્ડન બુક જુઓ
◻ પ્રકરણ ૯: ફકરા ૧૪ પછી, જેહોવાહ્ઝ વિટનેસીસ—ઓર્ગેનાઇઝ્ડ ટુ શેર ધ ગુડ ન્યૂઝ જુઓ
◻ પ્રકરણ ૧૪: પ્રકરણના અંતે, ધ બાઇબલ—ઇટ્સ પાવર ઇન યોર લાઈફ જુઓ
◻ પ્રકરણ ૧૫: ફકરા ૧૦ પછી, અવર હૉલ ઍસોસિયેશન ઓફ બ્રધર્સ જુઓ
“ઈશ્વરનો પ્રેમ” પુસ્તક
◻ પ્રકરણ ૩: ફકરા ૧૫ પછી, યંગ પીપલ આસ્ક—હાઉ કેન આઈ મેક રીઅલ ફ્રેન્ડ્સ? જુઓ
◻ પ્રકરણ ૪: પ્રકરણના અંતે, રીસ્પેક્ટ જેહોવાહ્ઝ ઓથોરિટી જુઓ
◻ પ્રકરણ ૭: ફકરા ૧૨ પછી, નો બ્લડ—મેડિસિન મીટ્સ ધ ચેલેન્જ જુઓ
◻ પ્રકરણ ૯: ફકરા ૬ પછી, વોર્નિંગ ઍક્ઝામ્પલ્સ ફૉર અવર ડે જુઓ
◻ પ્રકરણ ૧૭: પ્રકરણને અંતે, ‘વોક બાય ફેઇથ, નોટ બાય સાઇટ’ જુઓ
શું બીજા કોઈ એવા વીડિયો છે જે જોઈને તમારા બાઇબલ વિદ્યાર્થીને ફાયદો થાય? દાખલા તરીકે, જેઓ વિરોધનો સામનો કરી રહ્યા છે તેઓ ફેઈથફુલ અન્ડર ટ્રાયલ્સ—જેહોવાહ્ઝ વિટનેસીસ ઈન ધ સોવિયેટ યુનિયન અથવા જેહોવાહ્ઝ વિટનેસીસ સ્ટેન્ડ ફર્મ અગેઇન્સ્ટ નાઝી અસોલ્ટ જોઈને ઉત્તેજન મેળવી શકે. યુવાનો કદાચ પર્સ્યૂ ગોલ્સ ધેટ ઓનર ગોડ અને યંગ પીપલ આસ્ક—વૉટ વીલ આઈ ડુ વીથ માય લાઈફ? જોઈને લાભ મેળવી શકે. કયો વીડિયો ક્યારે જોવો એ વિશે યાદ રાખવા, તમારા પુસ્તકો બાઇબલ શીખવે છે અને “ઈશ્વરનો પ્રેમ”માં નોંધ રાખી શકો, જેથી એ સમયે તમે વિદ્યાર્થી સાથે વીડિયો જોઈ શકો અથવા તેમને જોવા માટે વીડિયો આપી શકો. નવા વીડિયો બહાર પડે ત્યારે પણ વિચારી શકો કે કઈ રીતે એને વાપરશો, જેથી બાઇબલ વિદ્યાર્થીના હૃદયને એ સ્પર્શી જાય.—લુક ૨૪:૩૨.