યહોવાના સેવકો તરીકે આપણું જીવન
યહોવાને કેવું લાગશે?
આપણે જીવનમાં નાના-મોટા નિર્ણયો લઈએ છીએ. પણ નિર્ણય લેતા પહેલાં પોતાને પૂછવું જોઈએ કે ‘એ વિશે યહોવાને કેવું લાગશે?’ ખરું કે, આપણે ક્યારેય યહોવાનું મન પૂરેપૂરી રીતે જાણી નહિ શકીએ. તોપણ બાઇબલમાં તેમણે પોતાના વિશે પૂરતી માહિતી આપી છે. એનાથી આપણે ‘સારા કામ કરવા પૂરેપૂરા તૈયાર’ થઈ શકીશું. (૨તિ ૩:૧૬, ૧૭; રોમ ૧૧:૩૩, ૩૪) ઈસુએ સ્પષ્ટ રીતે યહોવાની ઇચ્છા પારખી અને એ પૂરી કરી. તેમના જીવનમાં એ સૌથી મહત્ત્વનું હતું. (યોહ ૪:૩૪) ચાલો આપણે પણ ઈસુની જેમ એવા નિર્ણયો લઈએ જેનાથી યહોવાને બેહદ ખુશી થાય છે.—યોહ ૮:૨૮, ૨૯; એફે ૫:૧૫-૧૭.
યહોવાની ઇચ્છા પારખતા રહો (લેવી ૧૯:૧૮) વીડિયો જુઓ. પછી આ સવાલોના જવાબ આપો:
આપણે કેમ બાઇબલ સિદ્ધાંતો જીવનમાં લાગુ પાડવા જોઈએ?
સંગીતની પસંદગી વિશે કયા બાઇબલ સિદ્ધાંતોનો વિચાર કરવો જોઈએ?
પહેરવેશ અને શણગારની પસંદગી વિશે કયા બાઇબલ સિદ્ધાંતોનો વિચાર કરવો જોઈએ?
આપણે જીવનના બીજા કયા પાસાઓમાં બાઇબલના સિદ્ધાંતો લાગુ પાડવા જોઈએ?
યહોવાની ઇચ્છાને વધુ સારી રીતે પારખવા શું કરવું જોઈએ?
હું જે નિર્ણયો લઉં છું, એ યહોવા સાથેના મારા સંબંધ વિશે શું બતાવે છે?