બાઇબલમાં રહેલો ખજાનો | ૨ થેસ્સાલોનિકીઓ ૧-૩
દુષ્ટ માણસ જાહેર કરાશે
આ કલમોમાં પાઊલ કોની વાત કરી રહ્યા હતા?
“કોણ રોકી રહ્યું છે” (કલમ ૬)—કદાચ પ્રેરિતો
“જાહેર થશે” (કલમ ૬)—પ્રેરિતોના મરણ પછી, ધર્મભ્રષ્ટ ખ્રિસ્તીઓ જાહેરમાં જૂઠું શિક્ષણ ફેલાવવા લાગ્યા અને ઈસુના શિષ્યો હોવાનો ઢોંગ કરવા લાગ્યા
“દુષ્ટ માણસ એક રહસ્ય” (કલમ ૭)—પાઊલના સમયમાં “દુષ્ટ માણસ” હજી ઓળખાયો ન હતો
“દુષ્ટ માણસ” (કલમ ૮)—આજે ચર્ચના સર્વ પાદરીઓનો વર્ગ
‘પ્રભુ ઈસુ પોતાની હાજરી પ્રગટ કરશે ત્યારે, એ દુષ્ટ માણસનો વિનાશ કરશે’ (કલમ ૮)—ઈસુ યહોવાનો ન્યાયચુકાદો અમલમાં મૂકીને શેતાનની દુનિયા અને ‘દુષ્ટ માણસનો’ નાશ કરશે. ત્યારે સાફ દેખાઈ આવશે કે ઈસુ સ્વર્ગમાં રાજા છે
આ કલમો બતાવે છે કે અંત કેટલો નજીક છે. એ ધ્યાનમાં રાખીને પૂરા જોશથી પ્રચાર કરવા કઈ રીતે ઉત્તેજન મળે છે?