બાઇબલમાં રહેલો ખજાનો | નિર્ગમન ૧૦-૧૧
મુસા અને હારૂને ઘણી હિંમત બતાવી
ફારૂન એ સમયનો સૌથી શક્તિશાળી શાસક હતો, તોપણ મુસા અને હારૂને ઘણી હિંમતથી તેની સાથે વાત કરી. તેઓને હિંમત ક્યાંથી મળી? મુસા વિશે બાઇબલ જણાવે છે, “શ્રદ્ધાથી તેમણે ઇજિપ્ત છોડ્યું, રાજાના ક્રોધથી ગભરાઈને નહિ, કેમ કે જે અદૃશ્ય છે તેમને જાણે જોતા હોય તેમ તે અડગ રહ્યા.” (હિબ્રૂ. ૧૧:૨૭) મુસા અને હારૂનને યહોવા પર પૂરી શ્રદ્ધા હતી. તેઓએ યહોવા પર આધાર રાખ્યો.
એવા કયા સંજોગો છે જ્યારે તમારે કોઈ અધિકારીને પોતાની શ્રદ્ધા વિશે જણાવવા હિંમતની જરૂર પડે છે?