યહોવાના સેવકો તરીકે આપણું જીવન
યહોવાને વફાદાર રહેવાનો પાકો નિર્ણય લઈએ
કેમ મહત્ત્વનું: બહુ જલદી અદ્ભુત બનાવો બનશે ત્યારે આપણે હિંમત બતાવવી પડશે. આપણે યહોવામાં પહેલાં કરતાં વધારે ભરોસો રાખવો પડશે. જૂઠા ધર્મોના નાશથી મહાન વિપત્તિની શરૂઆત થશે. (માથ ૨૪:૨૧; પ્રક ૧૭:૧૬, ૧૭) એ મુશ્કેલ સમયે આપણે કદાચ ન્યાયનો કડક સંદેશો જણાવવો પડશે. (પ્રક ૧૬:૨૧) આપણા પર માગોગના ગોગનો હુમલો થશે. (હઝ ૩૮:૧૦-૧૨, ૧૪-૧૬) પોતાના લોકોને બચાવવા યહોવા ‘મહાન દિવસની લડાઈ લડશે.’ (પ્રક ૧૬:૧૪, ૧૬) ભાવિમાં થનાર બનાવો સામે ટકી રહેવા આપણે હિંમત મજબૂત કરવી પડશે. એ માટે હમણાં આપણી શ્રદ્ધાની કસોટી થાય ત્યારે યહોવાને વફાદાર રહેવું કેટલું જરૂરી છે.
કઈ રીતે કરી શકીએ:
યહોવાનાં ઉચ્ચ ધોરણો પ્રમાણે ચાલીએ.—યશા ૫:૨૦
ભાઈ-બહેનો સાથે મળીને યહોવાની ભક્તિ કરતા રહીએ.—હિબ્રૂ ૧૦:૨૪, ૨૫
સંગઠનના માર્ગદર્શનને તરત લાગુ પાડીએ.—હિબ્રૂ ૧૩:૧૭
અગાઉ યહોવાએ કઈ રીતે પોતાના લોકોને બચાવ્યા હતા એના પર મનન કરીએ.—૨પી ૨:૯
યહોવાને પ્રાર્થના કરીએ અને તેમનામાં ભરોસો રાખીએ.—ગી ૧૧૨:૭, ૮
હિંમત માંગી લે એવા ભાવિ બનાવો—ઝલક વીડિયો જુઓ અને પછી આ સવાલોના જવાબ આપો:
એક મંડળના પ્રકાશકોને બીજા મંડળમાં જવાનું કહેવામાં આવ્યું ત્યારે અમુક લોકો માટે શું અઘરું હતું?
આજ્ઞા પાળવાથી કઈ રીતે હિંમત વધે છે?
આર્માગેદન આવશે ત્યારે આપણને શા માટે હિંમતની જરૂર પડશે?
હિંમત માંગી લે એવા ભાવિ બનાવો માટે હમણાંથી જ તૈયાર થઈએ
યહોવા આપણને બચાવી શકે છે એ વિશે બાઇબલનો કયો અહેવાલ આપણી શ્રદ્ધા મજબૂત કરે છે?—૨કા ૨૦:૧-૨૪