યહોવાના સેવકો તરીકે આપણું જીવન
બિનવફાદારો જેવા ન બનીએ
કોરાહ, દાથાન અને અબીરામ ભક્તિની ગોઠવણ વિરુદ્ધ ગયા. તેઓ યહોવાને વફાદાર ન રહ્યા. તેઓનો અને તેઓને સાથ આપનારા બધાનો ઈશ્વરે નાશ કર્યો. (ગણ ૧૬:૨૬, ૨૭, ૩૧-૩૩) જરા વિચારો, કેવા સંજોગોમાં તમારી વફાદારીની કસોટી થઈ શકે. બાઇબલમાં જણાવેલા કેવા લોકોના ઉદાહરણ પર વિચાર કરવાથી ચેતવણી મળે છે.
બિનવફાદારોને અનુસરીએ નહી વીડિયો જુઓ અને પછી આ સવાલોના જવાબ આપો:
નાદિયાની કેવા સંજોગોમાં કસોટી થઈ? વફાદાર રહેવા કોના ઉદાહરણ પર વિચાર કરવાથી તેને ચેતવણી મળી?
નિરાશ થઈ ગયેલા એક ભાઈની કેવા સંજોગોમાં કસોટી થઈ? વફાદાર રહેવા કોના ઉદાહરણ પર વિચાર કરવાથી તેમને ચેતવણી મળી?
ટેરેન્સની કેવા સંજોગોમાં કસોટી થઈ? વફાદાર રહેવા કોના ઉદાહરણ પર વિચાર કરવાથી તેને ચેતવણી મળી?
સ્કૂલમાં એક ભાઈની કેવા સંજોગોમાં કસોટી થઈ? વફાદાર રહેવા કોના ઉદાહરણ પર વિચાર કરવાથી ચેતવણી મળી?