બાઇબલમાં રહેલો ખજાનો
“લે તારો દીકરો!”
શૂનેમની સ્ત્રીએ એલિશાને આવકાર આપ્યો અને મહેમાનગતિ બતાવી (૨રા ૪:૮-૧૦)
એ સ્ત્રીથી યહોવા ખુશ થયા અને તેને દીકરો આપ્યો (૨રા ૪:૧૬, ૧૭; w૧૭.૧૨ ૪ ¶૭)
યહોવાએ એલિશા દ્વારા એ સ્ત્રીના દીકરાને ફરી જીવતો કર્યો (૨રા ૪:૩૨-૩૭; w૧૭.૧૨ ૫ ¶૮)
જો તમે પણ બાળકને મરણમાં ગુમાવ્યું હોય, તો એ દુઃખ સહેવું તમને અસહ્ય લાગતું હશે. પણ યહોવા તમારું દર્દ સમજે છે. બહુ જ જલદી તે તમારા સ્નેહીજનને ફરી જીવતા કરશે. (અયૂ ૧૪:૧૪, ૧૫) જરા વિચારો, એ દિવસ કેટલો ખુશીનો દિવસ હશે!