વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb23 મે પાન ૫
  • શું તમે મંદીનો સામનો કરવા તૈયાર છો?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • શું તમે મંદીનો સામનો કરવા તૈયાર છો?
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૩
  • સરખી માહિતી
  • શું તમે તૈયાર છો?
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૦
  • દુષ્ટ જગતના ‘છેલ્લા દિવસોમાંથી’ પસાર થવા તૈયાર રહીએ
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૧
  • શું તમે અંધાધૂંધી કે તોફાનોનો સામનો કરવા તૈયાર છો?
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૨
  • શું મારા નિર્ણયથી દેખાઈ આવે છે કે મને યહોવા પર ભરોસો છે?
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૩
વધુ જુઓ
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૩
mwb23 મે પાન ૫

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

શું તમે મંદીનો સામનો કરવા તૈયાર છો?

અમુક બનાવોને લીધે દુનિયાના દેશોની આર્થિક સ્થિતિ ડામાડોળ થઈ જાય છે. એ જોઈને આપણને નવાઈ નથી લાગતી. કેમ કે આપણે છેલ્લા દિવસોના પણ અંત ભાગમાં જીવી રહ્યા છીએ. બીજું કે, બાઇબલમાં ચેતવણી આપી છે કે આપણે ‘પોતાની આશા ધનદોલત પર ન મૂકીએ, જે આજે છે અને કાલે નથી.’ (૧તિ ૬:૧૭; ૨તિ ૩:૧) આપણે મંદીનો સામનો કરવા કેવી રીતે તૈયાર રહી શકીએ? ચાલો એ વિશે યહોશાફાટ રાજા પાસેથી શીખીએ.

જ્યારે દુશ્મનોએ યહૂદા પર હુમલો કરવાની ધમકી આપી, ત્યારે યહોશાફાટે યહોવા પર પૂરો ભરોસો રાખ્યો. (૨કા ૨૦:૯-૧૨) એટલું જ નહિ, તેમણે અમુક પગલાં ભર્યાં. જેમ કે, તેમણે કોટવાળાં શહેરો બાંધ્યાં અને સૈનિકોની ચોકીઓ ઊભી કરી. (૨કા ૧૭:૧, ૨, ૧૨, ૧૩) યહોશાફાટની જેમ આપણે પણ યહોવા પર પૂરો ભરોસો રાખીએ અને અઘરા સંજોગોનો સામનો કરવા જરૂરી પગલાં ભરીએ.

મંદીનો સામનો કરવા આપણે પહેલેથી શું કરી શકીએ?

યહોવા સાથેનો સંબંધ મજબૂત કરીએ: આપણી પાસે જે છે એમાં ખુશ રહેવાનું શીખીએ. (૧તિ ૬:૮) યહોવા આપણી જરૂરિયાતો પૂરી કરી શકે છે, એવો ભરોસો મજબૂત કરતા રહીએ. (માથ ૬:૨૬) પાકો નિર્ણય કરીએ કે પોતાની જરૂરિયાતો પૂરી કરવા બાઇબલના સિદ્ધાંતો ક્યારેય નહિ તોડીએ. (રોમ ૨:૨૧) પહેલેથી વિચારીએ કે ઇન્ટરનેટ કે લાઇટ નહિ હોય તો બાઇબલ અને સાહિત્ય વાંચતા રહેવા શું કરીશું. પોતાની પાસે અમુક છાપેલું સાહિત્ય રાખી શકીએ. બની શકે તો ફોનમાં પહેલેથી સાહિત્ય ડાઉનલોડ કરી રાખી શકીએ.

જીવન જરૂરી બાબતો માટે પહેલેથી તૈયારી કરીએ: પૈસાની તંગી ઊભી થાય એ પહેલાં બધું દેવું ચૂકતે કરવાની કોશિશ કરીએ અને વગર કામના ખર્ચા ન કરીએ. (ની ૨૨:૭) શક્ય હોય તો અનાજ-પાણી અને બીજી જરૂરી ચીજવસ્તુઓ પૂરતા પ્રમાણમાં ભરી રાખીએ. અમુક લોકો પૈસા બચાવવા કદાચ ઘરે શાકભાજી ઉગાડવાનું નક્કી કરે.

શું તમે આફતોનો સામનો કરવા તૈયાર છો? વીડિયો જુઓ અને પછી આ સવાલોના જવાબ આપો:

“શું તમે આફતોનો સામનો કરવા તૈયાર છો?” વીડિયોનું દૃશ્ય. નાનાં ચિત્રોમાં બાઇબલ, ઇમર્જન્સી બેગ અને બાંધકામ વિભાગમાં કામ કરતા ભાઈ-બહેનો બતાવ્યાં છે.
  • આફત માટે પહેલેથી તૈયાર રહેવા શું કરી શકીએ?

“શું તમે આફતોનો સામનો કરવા તૈયાર છો?” વીડિયોનું દૃશ્ય. બાંધકામ કરીને અને ટ્રકમાંથી સામાન ઉતારીને ભાઈઓ રાહતકામમાં મદદ કરે છે.
  • બીજાઓને મદદ કરવા આપણે કઈ રીતે તૈયાર રહી શકીએ?

તમે આવું કરી શકો:

કુટુંબ તરીકેની ભક્તિમાં સજાગ બનો! નં. ૧, ૨૦૨૨ની ચર્ચા કરો. એની પણ ચર્ચા કરો કે આફત માટે તૈયાર રહેવા બીજાં કયાં પગલાં ભરી શકો.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો