બાઇબલમાં રહેલો ખજાનો
તમે યહોવાની ભક્તિ કરી શકો છો, પછી ભલે મમ્મી-પપ્પા એમ કરતા ન હોય
હિઝકિયાના પિતા આહાઝ રાજાએ દુષ્ટ કામો કર્યાં હતાં (૨કા ૨૮:૧; w૧૬.૦૨ ૧૪ ¶૮)
ભલે હિઝકિયાના પિતાએ ખરાબ દાખલો બેસાડ્યો, તોપણ તેમણે યહોવાની ભક્તિ કરવાનો નિર્ણય લીધો (૨કા ૨૯:૧-૩; w૧૬.૦૨ ૧૫ ¶૯-૧૧)
હિઝકિયાએ લોકોને યહોવાની ભક્તિ કરવાનું ઉત્તેજન આપ્યું અને કહ્યું કે તેઓ પોતાના પિતાઓની જેમ ઈશ્વરને બેવફા ન બને (૨કા ૨૯:૪-૬)
પોતાને પૂછો: ‘હું એવા યુવાનોને કઈ રીતે ઉત્તેજન આપી શકું, જેઓનાં મમ્મી-પપ્પા યહોવાની ભક્તિ કરતા નથી?’