વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb23 જુલાઈ પાન ૧૧
  • કુટુંબમાં ખુશી વધારવા તમે શું કરી શકો?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • કુટુંબમાં ખુશી વધારવા તમે શું કરી શકો?
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૩
  • સરખી માહિતી
  • એક માતાની શાણી સલાહ
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૦
  • શિસ્તમાં યહોવાનો પ્રેમ
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૧
  • “તમારાં માતા-પિતાને માન આપો”
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૮
  • બાઇબલ સિદ્ધાંતોને આધારે બાળકોને શીખવો
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૩
વધુ જુઓ
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૩
mwb23 જુલાઈ પાન ૧૧
ચિત્ર: “તમારા કુટુંબમાં આનંદ જાળવી રાખો” વીડિયોના દૃશ્ય. ૧. છોકરીઓ પોતાના માતા-પિતાને કેક ખાતા જોઈ રહી છે. ૨. કુટુંબ તરીકેની ભક્તિમાં છોકરીઓ ખીખી કરીને હસી રહી છે. ૩. તેઓની મમ્મી બીમાર છે અને સોફા પર સૂતેલી છે. એક છોકરી મમ્મીની તબિયત વિશે પૂછી રહી છે.

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

કુટુંબમાં ખુશી વધારવા તમે શું કરી શકો?

યહોવા ચાહે છે કે બધાં કુટુંબો ખુશ રહે. (ગી ૧૨૭:૩-૫; સભા ૯:૯; ૧૧:૯) પણ આ દુનિયાની ચિંતાઓને લીધે અને કુટુંબનું કોઈ સભ્ય ભૂલ કરે ત્યારે, આપણી ખુશી છીનવાઈ શકે છે. કુટુંબમાં ખુશી વધારવા દરેક સભ્ય શું કરી શકે?

પતિ પોતાની પત્નીને માન આપે છે. (૧પિ ૩:૭) તે તેની સાથે સમય વિતાવે છે. તે પત્ની પાસેથી હદ બહારની અપેક્ષા રાખતો નથી. પત્ની પોતાના પતિ અને કુટુંબ માટે જે કરે છે, એની પતિ કદર કરે છે. (કોલ ૩:૧૫) તે બતાવે છે કે તે પત્નીને ખૂબ પ્રેમ કરે છે. તે તેના વખાણ પણ કરે છે.—ની ૩૧:૨૮, ૩૧.

પત્ની પોતાના પતિને અલગ અલગ રીતોએ ટેકો આપે છે. (ની ૩૧:૧૨) તે પતિને આધીન રહે છે અને સાથ-સહકાર આપે છે. (કોલ ૩:૧૮) તે પતિ સાથે પ્રેમથી વાત કરે છે અને તેના વિશે સારું બોલે છે.—ની ૩૧:૨૬.

માબાપ પોતાનાં બાળકો સાથે સમય વિતાવે છે. (પુન ૬:૬, ૭) તેઓ બાળકોને જણાવે છે કે તેઓ બાળકોને પ્રેમ કરે છે. (માથ ૩:૧૭) શિસ્ત આપતી વખતે તેઓ પ્રેમ બતાવે છે અને સમજી-વિચારીને વર્તે છે.—એફે ૬:૪.

બાળકો માબાપને માન આપે છે અને તેઓની વાત માને છે. (ની ૨૩:૨૨) તેઓ માબાપને પોતાની લાગણીઓ અને વિચારો જણાવે છે. માબાપ શિસ્ત આપે ત્યારે એને સ્વીકારે છે અને તેઓનો આદર કરે છે.—ની ૧૯:૨૦.

તમારા કુટુંબમાં આનંદ જાળવી રાખો વીડિયો જુઓ અને પછી આ સવાલનો જવાબ આપો:

કુટુંબમાં આનંદ વધારવા દરેકે શું કર્યું?

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો