વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૮ ફેબ્રુઆરી પાન ૪
  • “તમારાં માતા-પિતાને માન આપો”

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • “તમારાં માતા-પિતાને માન આપો”
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૮
  • સરખી માહિતી
  • મારે શા માટે ‘મારા પિતા અને મારી માતાનું સન્માન’ કરવું જોઈએ?
    પ્રશ્ના જે યુવાન લાકા પૂછે છે જવાબા જે સફળ થાય છે
  • જેઓ માનના હકદાર છે, તેઓને માન આપો
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૭
  • પવિત્ર શાસ્ત્ર વૃદ્ધ માતા-પિતાની સંભાળ રાખવા વિશે શું કહે છે?
    સવાલોના શાસ્ત્રમાંથી જવાબ
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૮
mwb૧૮ ફેબ્રુઆરી પાન ૪

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

“તમારાં માતા-પિતાને માન આપો”

પૃથ્વી પર હતા ત્યારે ઈસુએ આ આજ્ઞાને ભારપૂર્વક જણાવી હતી: “તમારાં માતા-પિતાને માન આપો.” (નિર્ગ ૨૦:૧૨; માથ ૧૫:૪) ઈસુ વિના સંકોચે એ વાત કહી શક્યા, કારણ કે યુવાનીમાં પણ તે પોતાનાં માતા-પિતાને ‘આધીન રહ્યા’ હતા. (લુક ૨:૫૧) ઈસુના મરણ પછી, તેમની માતાની સંભાળ રાખવામાં આવે એની પણ ઈસુએ ગોઠવણ કરી.—યોહા ૧૯:૨૬, ૨૭.

આજે આપણા યુવાનો પણ પોતાનાં માતા-પિતાની આજ્ઞા માને છે અને તેઓની સાથે માનપૂર્વક વાત કરીને આદર આપે છે. હકીકતમાં તો, ઈસુએ જણાવેલી એ આજ્ઞાની કોઈ સમય મર્યાદા નથી. આપણાં માતા-પિતા વૃદ્ધ થઈ જાય પછી પણ તેઓનાં અનુભવમાંથી શીખીને આપણે તેઓને આદર આપી શકીએ છીએ. (નીતિ ૨૩:૨૨) વૃદ્ધ માતા-પિતાની લાગણીમય અને આર્થિક જરૂરિયાતોનું ધ્યાન રાખીને પણ તેઓને માન આપી શકીએ. (૧તિ ૫:૮) આપણે નાના હોઈએ કે મોટા, માતા-પિતા સાથે દિલ ખોલીને વાત કરીને પણ તેઓને માન આપી શકીએ છીએ.

વ્હાઇટ બૉર્ડ એનીમેશન હું મમ્મી-પપ્પા સાથે કઈ રીતે વાત કરી શકું? જુઓ અને પછી આ સવાલોના જવાબ આપો:

  • માતા-પિતા સાથે વાત કરવી તમને કેમ અઘરું લાગી શકે?

  • માતા-પિતા સાથે વાત કરતી વખતે તમે કઈ રીતે તેઓને માન આપી શકો?

    એક છોકરો પોતાના માતા-પિતાને પત્ર લખે છે, તેઓ સાથે વાત કરે છે અને પોતાના પિતા સાથે ફૂટબોલ રમે છે
  • માતા-પિતા સાથે વાત કરવાથી કેવા લાભ થશે? (નીતિ ૧૫:૨૨)

    માતા-પિતા પોતાના દીકરાને આવનાર પડકારો ઝીલવા મદદ કરે છે

    માતા-પિતા સાથે વાત કરવાથી તમે જીવનમાં સફળ થઈ શકશો

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો