વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb23 સપ્ટેમ્બર પાન ૧૧
  • કચડાયેલા મનના લોકોને યહોવા બચાવે છે

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • કચડાયેલા મનના લોકોને યહોવા બચાવે છે
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૩
  • સરખી માહિતી
  • હું નિરાશામાંથી કેવી રીતે બહાર આવી શકું?
    સજાગ બનો!—૨૦૧૧
  • શું મારા નિર્ણયથી દેખાઈ આવે છે કે મને યહોવા પર ભરોસો છે?
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૩
  • યહોવા “કચડાયેલાં મનના લોકોને સાજા કરે છે”
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૪
  • યહોવા આપણને નિરાશામાંથી બહાર આવવા મદદ કરશે
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૬
વધુ જુઓ
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૩
mwb23 સપ્ટેમ્બર પાન ૧૧

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

કચડાયેલા મનના લોકોને યહોવા બચાવે છે

આપણે બધા ક્યારેક ને ક્યારેક દુઃખી થઈએ છીએ. પણ એનો અર્થ એ નથી કે આપણને યહોવામાં શ્રદ્ધા નથી. અરે, યહોવાએ પણ જણાવ્યું કે તે અમુક વાર દુઃખી થયા હતા. (ઉત ૬:૫, ૬) પણ જો આપણે મોટા ભાગે અથવા હંમેશાં દુઃખમાં ડૂબેલા રહેતા હોઈએ, તો શું?

પ્રાર્થનામાં યહોવા પાસે મદદ માંગો. યહોવાને એ જાણવું ગમે છે કે આપણે કેવું અનુભવીએ છીએ. તે સારી રીતે જાણે છે કે આપણે ક્યારે ખુશ હોઈએ છીએ અને ક્યારે દુઃખી. આપણાં વિચારો અને લાગણીઓ પાછળનું કારણ તે સારી રીતે સમજે છે. (ગી ૭:૯ખ) સૌથી મહત્ત્વનું, યહોવા આપણી સંભાળ રાખે છે. તે આપણને નિરાશા કે ડિપ્રેશનમાંથી બહાર આવવા મદદ કરી શકે છે.—ગી ૩૪:૧૮.

મનની સંભાળ રાખો. નિરાશ હોઈએ ત્યારે આપણી ખુશી છીનવાઈ જઈ શકે છે. એટલું જ નહિ, યહોવા સાથેની આપણી દોસ્તી પર પણ એની અસર પડી શકે છે. એટલે આપણે આપણા દિલની સંભાળ રાખવી જોઈએ. એમાં આપણા વિચારો અને લાગણીઓનો પણ સમાવેશ થાય છે.—ની ૪:૨૩.

આપણાં ભાઈ-બહેનો શાંતિ અનુભવે છે—ડિપ્રેશન હોવા છતાં વીડિયો જુઓ અને પછી આ સવાલોના જવાબ આપો:

  • ડિપ્રેશન સામે લડવા નીકીએ કેવાં પગલાં ભર્યાં?

  • નીકીને શા માટે લાગ્યું કે તેણે ડૉક્ટર પાસે જવું જોઈએ?—માથ ૯:૧૨

  • નીકીએ કઈ રીતે ભરોસો રાખ્યો કે યહોવા તેને મદદ કરશે?

“ચોકીબુરજ” નં. ૧ ૨૦૨૩, “માનસિક સ્વાસ્થ્ય માટે મદદ.”

શું તમે એવી કોઈ વ્યક્તિને ઓળખો છો, જેને ચોકીબુરજ નં. ૧ ૨૦૨૩ના અંકથી (જનતા માટેનો અંક) ફાયદો થઈ શકે?

મનની સંભાળ રાખવા તમે શું કરી શકો?

(તમે જે આદતમાં સુધારો કરવા માંગતા હો એના પર ટિક કરો.)

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો