વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb23 સપ્ટેમ્બર પાન ૧૩
  • ધર્મમાં ન માનનારા લોકોને સર્જનહાર વિશે જાણવા મદદ કરો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ધર્મમાં ન માનનારા લોકોને સર્જનહાર વિશે જાણવા મદદ કરો
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૩
  • સરખી માહિતી
  • ધર્મમાં માનતા નથી એવા લોકોના દિલ સુધી પહોંચીએ
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૯
  • શીખવવાનાં સાધનોનો અસરકારક ઉપયોગ કરો
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૮
  • સત્ય શીખવો
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૮
  • પુરાવા તપાસો
    સજાગ બનો!—૨૦૨૧
વધુ જુઓ
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૩
mwb23 સપ્ટેમ્બર પાન ૧૩
એક બહેન એશિયાની એક સ્ત્રીને સાક્ષી આપી રહી છે.

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

ધર્મમાં ન માનનારા લોકોને સર્જનહાર વિશે જાણવા મદદ કરો

અમુક વાર આપણે એવા લોકોને ખુશખબર જણાવતા અચકાઈએ છીએ, જેઓ ધર્મમાં માનતા નથી. કેમ કે આપણને લાગે છે કે તેઓ આપણું સાંભળશે નહિ. પણ યાદ રાખવું જોઈએ કે જેઓ ધર્મમાં કે ઈશ્વરમાં માનતા નથી, તેઓ પણ યહોવાના સાક્ષી બન્યા છે. તેઓને એ પારખવા મદદ કરવામાં આવી હતી કે ઈશ્વર ખરેખર છે.—રોમ ૧:૨૦; ૧૦:૧૪.

ભૂલશો નહિ—શ્રદ્ધા ન રાખનારા પણ શ્રદ્ધા મૂકી શકે!—ધર્મમાં ન માનનારા લોકો વીડિયો જુઓ અને પછી આ સવાલનો જવાબ આપો:

ધર્મમાં ન માનનારા લોકોને ખુશખબર જણાવવા વિશે ટોમાસોભાઈના અનુભવથી શું શીખી શકીએ?

કઈ રીતે કરી શકીએ:

જો કોઈ કહે કે તે ઈશ્વરમાં માનતા નથી, તો તેમની સાથે પ્રેમથી અને સમજી-વિચારીને વર્તો. તેમની વાત ધ્યાનથી સાંભળો અને તે એવું કેમ માને છે એ સમજવાનો પ્રયત્ન કરો. (૨તિ ૨:૨૪) તેમને રસ હોય એવા વિષય પર વાત કરો. શું તે એવા પુરાવા પર ચર્ચા કરવા તૈયાર છે, જેની મદદથી ઘણા લોકોએ સર્જનહારમાં શ્રદ્ધા મૂકી છે? જો હા, તો એ હેતુથી તૈયાર કરેલાં સાહિત્ય અને વીડિયો તેમને બતાવો. જેમ કે, વોઝ લાઈફ ક્રિએટેડ? અને ધી ઓરીજીન ઑફ લાઈફ—ફાઈવ ક્વેશ્ચન્સ વર્થ આસ્કીંગ મોટી પુસ્તિકાઓ. બીજાઓને સહેલાઈથી બતાવી શકાય એ માટે એ મોટી પુસ્તિકાઓ શીખવવાનાં સાધનો વિભાગમાં મૂકવામાં આવી છે.

બની શકે કે, ઈશ્વરમાં ન માનતા લોકો સાથે વાત કરતા તમે કદાચ અચકાતા હો. એમ હોય તો કોઈ અનુભવી ભાઈ કે બહેનની મદદ લઈ શકો. એટલું જ નહિ, એ પણ યાદ રાખો કે એવા નમ્ર દિલના લોકો સુધી પહોંચવા યહોવા તમને મદદ કરી શકે છે, પછી ભલે તેઓ ઈશ્વરમાં માનતા ન હોય.—પ્રેકા ૧૩:૪૮.

“વોઝ લાઈફ ક્રિએટેડ?” મોટી પુસ્તિકા
“ધી ઓરીજીન ઑફ લાઈફ—ફાઈવ ક્વેશ્ચન્સ વર્થ આસ્કીંગ” મોટી પુસ્તિકા.
    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો