વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w20 ફેબ્રુઆરી પાન ૧૪-૧૯
  • મનમાંથી ઈર્ષા કાઢીએ અને શાંતિ જાળવીએ

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • મનમાંથી ઈર્ષા કાઢીએ અને શાંતિ જાળવીએ
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૦
  • મથાળાં
  • સરખી માહિતી
  • શાના લીધે ઈર્ષા થઈ શકે?
  • નમ્ર બનીએ અને સંતોષ રાખીએ
  • “એવી વાતોમાં લાગુ રહીએ,જેનાથી શાંતિ જળવાય”
  • શું તમે પોતાને બીજાઓ સાથે સરખાવો છો?
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૫
  • હરીફાઈ કરવા એકબીજાને ઉશ્કેરીએ નહિ, શાંતિ જાળવીએ
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૧
  • યુવાન લોકો પૂછે છે . . .
    સજાગ બનો!—૧૯૯૭
  • નમ્ર ભક્તો યહોવાની નજરે કીમતી છે!
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૯
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૦
w20 ફેબ્રુઆરી પાન ૧૪-૧૯

અભ્યાસ લેખ ૮

મનમાંથી ઈર્ષા કાઢીએ અને શાંતિ જાળવીએ

“ચાલો, આપણે એવી વાતોમાં લાગુ રહીએ, જેનાથી શાંતિ જળવાય અને એકબીજાને દૃઢ કરી શકાય.”—રોમ. ૧૪:૧૯.

ગીત ૩૯ આપણને શાંતિ મળશે

ઝલકa

૧. યુસફના ભાઈઓની ઈર્ષાને લીધે કુટુંબ પર કેવી અસર પડી?

યાકૂબ પોતાના બધા દીકરાને પ્રેમ કરતા હતા. પણ ૧૭ વર્ષનો યુસફ તેમના કાળજાનો કટકો હતો. યુસફના ભાઈઓને એ વિશે કેવું લાગતું? તેઓ તો ઈર્ષામાં બળીને ખાખ થઈ જતા. એના લીધે તેઓના મનમાં યુસફ માટે કડવાશ આવી ગઈ હતી. યુસફે કંઈ કર્યું ન હતું, તોપણ તેમના ભાઈઓના મનમાં તેમના માટે ખાર હતો. તેઓએ યુસફને ગુલામ તરીકે વેચી દીધા. પછી પિતા આગળ તેઓ હળહળતું જૂઠું બોલ્યા કે જંગલી જાનવરે તેમના વહાલા દીકરાને ફાડી ખાધો છે. તેઓની ઈર્ષાને લીધે કુટુંબની શાંતિ છીનવાઈ ગઈ અને તેમના પિતા દિલથી ભાંગી પડ્યા.—ઉત. ૩૭:૩, ૪, ૨૭-૩૪.

૨. ગલાતીઓ ૫:૧૯-૨૧ પ્રમાણે શા માટે ઈર્ષા જોખમી છે?

૨ બાઇબલમાં ‘શરીરનાં કામોનું’ લિસ્ટ આપ્યું છે, જેમાં ઈર્ષાનોb સમાવેશ થયો છે. એવાં કામો કરનારને ઈશ્વરના રાજ્યનો વારસો મળશે નહિ. (ગલાતીઓ ૫:૧૯-૨૧ વાંચો.) જો કોઈ માણસ વારે વારે તપી જતો હોય અને ગુસ્સો કે ઝઘડો કરતો હોય, તો એ ખરાબ કહેવાય. એ ગુણો એવા ઝેરી છોડ જેવા છે, જેનું મૂળ ઈર્ષા છે.

૩. આ લેખમાં શાની ચર્ચા કરીશું?

૩ યુસફના ભાઈઓના દાખલા પરથી જોવા મળે છે કે ઈર્ષા રાખવાથી સંબંધોમાં તિરાડ પડે છે. એટલું જ નહિ, ઘરની શાંતિ છીનવાઈ જાય છે. ખરું કે આપણે યુસફના ભાઈઓની જેમ નહિ કરીએ પણ આપણે પાપી છીએ અને આપણું દિલ કપટી છે. (યિર્મે. ૧૭:૯) એટલે અમુક વાર આપણે ઈર્ષાની લાગણી સામે લડવું પડે. ચાલો બાઇબલના અમુક દાખલા જોઈએ, જેમાંથી આપણને ચેતવણી મળે છે. એમાંથી જોવા મળશે કે શા માટે ઈર્ષાના મૂળ આપણા દિલમાં ઘર કરી શકે છે. પછી ઈર્ષાનો સામનો કરવાની અને શાંતિ જાળવવાની અમુક રીતો જોઈશું.

શાના લીધે ઈર્ષા થઈ શકે?

૪. પલિસ્તીઓ શા માટે ઇસહાકની ઈર્ષા કરતા?

૪ માલમિલકત. ઇસહાક ધનવાન માણસ હતા એટલે પલિસ્તીઓ તેમની અદેખાઈ કરતા. (ઉત. ૨૬:૧૨-૧૪) તેઓએ ઇસહાકના કૂવા માટીથી પૂરી દીધા, જેથી તેમનાં ઢોરઢાંકને પાણી ન મળે. (ઉત. ૨૬:૧૫, ૧૬, ૨૭) પલિસ્તીઓની જેમ આજે અમુક લોકો ધનવાનોની અદેખાઈ કરે છે. ધનવાનો પાસે જે વસ્તુઓ છે, એ પોતાને મળે એવી તેઓ ઇચ્છા રાખે છે. એટલું જ નહિ, તેઓ એવું ચાહે છે કે ધનવાનો પાસેથી એ વસ્તુઓ છીનવાઈ જાય.

૫. ધર્મગુરુઓ શા માટે ઈસુની ઈર્ષા કરતા?

૫ વખાણ. લોકો ઈસુના ખૂબ વખાણ કરતા એટલે યહુદી ધર્મગુરુઓ ઈસુની ઈર્ષા કરતા. (માથ. ૭:૨૮, ૨૯) ઈસુને ઈશ્વરે મોકલ્યા હતા અને તે લોકોને સત્ય શીખવતા. છતાં ધર્મગુરુઓ તેમના વિશે જૂઠી અફવા ફેલાવીને તેમનું નામ બદનામ કરવાનો પ્રયત્ન કરતા. (માર્ક ૧૫:૧૦; યોહા. ૧૧:૪૭, ૪૮; ૧૨:૧૨, ૧૩, ૧૯) એ અહેવાલમાંથી આપણને કઈ ચેતવણી મળે છે? મંડળમાં અમુક લોકોના સારા ગુણોને લીધે વખાણ કરવામાં આવે તો આપણે તેઓની ઈર્ષા ન કરવી જોઈએ. એને બદલે આપણે પ્રેમથી તેઓના પગલે ચાલવાનો પ્રયત્ન કરવો જોઈએ.—૧ કોરીં. ૧૧:૧; ૩ યોહા. ૧૧.

૬. દિયત્રેફેસેના દિલમાં કઈ રીતે ઈર્ષાનાં મૂળ ફેલાયાં?

૬ મંડળના લહાવાઓ. પહેલી સદીમાં દિયત્રેફેસને એવા ભાઈઓની ઈર્ષા થતી, જેઓ મંડળમાં આગેવાન હતા. દિયત્રેફેસને મંડળમાં ‘મુખ્ય થવાનું ગમતું.’ એટલે તેમણે પ્રેરિત યોહાન અને બીજા આગેવાન ભાઈઓ વિરુદ્ધ ખોટી અફવા ફેલાવી, જેથી તેઓ મંડળનાં ભાઈ-બહેનોની નજરમાંથી ઊતરી જાય. (૩ યોહા. ૯, ૧૦) આપણે દિયત્રેફેસ જેવા નહિ બનીએ. બની શકે આપણે એવાં ભાઈ-બહેનોની ઈર્ષા કરવા લાગીએ, જેઓને કોઈ સોંપણી મળી હોય. એ સોંપણી મેળવવાની આપણા મનમાં ઇચ્છા હતી. આપણને લાગે કે ‘એ કામ તો હું પણ તેની જેમ કરી શકું છું. અરે, તેના કરતાંય વધારે સારી રીતે કરી શકું છું.’

ચિત્રો: ૧. એક તંદુરસ્ત છોડના મૂળ સારી જમીનમાં છે. ૨. ઝેરી છોડ એ છોડને દબાવી દે છે. ૩. ત્રણ બહેનો પ્રાર્થનાઘરમાં એકબીજા સાથે વાતો કરવાની મજા માણે છે જ્યારે બીજા એક બહેન એકલા ઊભા છે અને લાગે છે કે તે નારાજ છે.

આપણું દિલ જમીન જેવું છે અને સારા ગુણો સુંદર ફૂલો જેવા છે. પણ ઈર્ષા એક ઝેરી છોડ જેવી છે. પ્રેમ, દયા અને કૃપા જેવા સારા ગુણોને ઈર્ષા દબાવી દે છે (ફકરો ૭ જુઓ)

૭. આપણા દિલમાં ઈર્ષા હશે તો શું થશે?

૭ ઈર્ષા એવા ઝેરી છોડ જેવી છે, જેનાં મૂળ દિલમાં ઘર કરી જાય પછી કાઢવા અઘરું થઈ જાય છે. અદેખાઈ, ઘમંડ અને સ્વાર્થ જેવા ખરાબ ગુણોથી ઈર્ષાના છોડને પોષણ મળે છે. ઈર્ષાને લીધે આપણામાં પ્રેમ, દયા અને કૃપા જેવા સારા ગુણો નહિ ખીલે. જો તમારા દિલમાં ઈર્ષાના મૂળ દેખાવા લાગે, તો એને જડમૂળથી કાઢી નાખો. આપણે કઈ રીતે ઈર્ષા સામે લડી શકીએ?

નમ્ર બનીએ અને સંતોષ રાખીએ

ચિત્રો: ૧. એક તંદુરસ્ત છોડના મૂળ સારી જમીનમાં છે. ૨. કોઈ એ છોડ પરથી ઝેરી છોડને દૂર કરે છે. ૩. ચારબહેનો પ્રાર્થનાઘરમાં એકબીજા સાથે વાતો કરવાની મજા માણે છે.

ઝેરી છોડ જેવી ઈર્ષા સામે કઈ રીતે લડી શકીએ? ઈશ્વરની પવિત્ર શક્તિની મદદથી આપણે એના મૂળ કાઢીએ અને નમ્રતા અને સંતોષ રાખીએ (ફકરા ૮-૯ જુઓ)

૮. ઈર્ષા સામે લડવા કયા ગુણો મદદ કરશે?

૮ નમ્ર હોઈશું અને સંતોષ રાખીશું તો ઈર્ષા સામે લડી શકીશું. આપણામાં સારા ગુણો હશે તો એ ઈર્ષાને દિલમાં ઘર કરવા નહિ દે. વ્યક્તિમાં નમ્રતાનો ગુણ હશે, તો પોતે કંઈક છે એમ નહિ વિચારે. એવું પણ નહિ વિચારે કે બીજાઓ કરતાં તેને વધારે મળવું જોઈએ. (ગલા. ૬:૩, ૪) સંતોષી નર સદા સુખી. કેમ કે એવી વ્યક્તિ પોતાની પાસે જે કંઈ છે એનાથી ખુશ રહેશે. બીજાઓ સાથે એની સરખામણી કરશે નહિ. (૧ તિમો. ૬:૭, ૮) વ્યક્તિમાં નમ્રતા અને સંતોષ હશે તો, બીજાઓને સારી વસ્તુ મળે ત્યારે તે ખુશ થશે.

૯. ગલાતીઓ ૫:૧૬ અને ફિલિપીઓ ૨:૩, ૪ પ્રમાણે પવિત્ર શક્તિથી આપણને કેવી મદદ મળશે?

૯ ઈર્ષા પાપી શરીરનો એક ખરાબ ગુણ છે. એને ટાળવા નમ્રતા કેળવવી જોઈએ અને જીવનમાં સંતોષ રાખવો જોઈએ. એ માટે ઈશ્વરની પવિત્ર શક્તિની જરૂર પડશે. (ગલાતીઓ ૫:૧૬; ફિલિપીઓ ૨:૩, ૪ વાંચો.) યહોવાની પવિત્ર શક્તિની મદદથી આપણા દિલના વિચારો અને ઇરાદાઓ પારખી શકીશું. ઈશ્વરની મદદથી આપણે એવાં ખરાબ વિચારો અને લાગણીઓને દૂર કરી શકીશું. એટલું જ નહિ, તેમની મદદથી આપણા દિલમાં સારાં વિચારો અને લાગણીઓને ખીલવા દઈશું. (ગીત. ૨૬:૨; ૫૧:૧૦) મુસા અને પાઊલે પણ ઈર્ષાની લાગણી સામે લડવું પડ્યું હતું. ચાલો તેઓના દાખલા તપાસીએ.

મુસા, યહોશુઆ અને ઇઝરાયેલી વડીલો મુલાકાતમંડપ પાસે ઊભા છે. યહોશુઆ મુસાને કહે છે કે એ બે માણસોને રોકે, જેઓ પ્રબોધકની જેમ બોલી રહ્યા છે.મુસા, યહોશુઆ અને ઇઝરાયેલી વડીલો મુલાકાતમંડપ પાસે ઊભા છે. યહોશુઆ મુસાને કહે છે કે એ બે માણસોને રોકે, જેઓ પ્રબોધકની જેમ બોલી રહ્યા છે.

એક ઈઝરાયેલી માણસ દોડીને મુસા અને યહોશુઆને કહેવા આવે છે કે છાવણીમાં બે માણસો પ્રબોધકની જેમ બોલી રહ્યા છે. યહોશુઆ મુસાને કહે છે કે એ માણસોને રોકે, પણ તે ના પાડે છે. તે તો યહોશુઆને કહે છે યહોવાએ એ માણસોને પવિત્ર શક્તિ આપી એ માટે તે ખુશ છે (ફકરો ૧૦ જુઓ)

૧૦. મુસા સામે કેવા સંજોગો ઊભા થયા? (પહેલા પાનનું ચિત્ર જુઓ.)

૧૦ મુસા પાસે ઈશ્વરના લોકોની દેખરેખ રાખવાની જવાબદારી હતી. પણ બીજાઓને એવી જવાબદારી મળે તો તે ઈર્ષા કરતા ન હતા. દાખલા તરીકે, યહોવાએ મુસા પરથી થોડી પવિત્ર શક્તિ લઈને ઇઝરાયેલી વડીલોના એક ટોળાને આપી, જેઓ મંડપ પાસે ઊભા હતા. થોડા સમય પછી મુસાને સાંભળવા મળ્યું કે બીજા બે વડીલોને પણ પવિત્ર શક્તિ મળી, જેઓ મંડપ પાસે ઊભા ન હતા. એ વડીલો પ્રબોધકોની જેમ બોલવા લાગ્યા હતા. યહોશુઆએ મુસાને કહ્યું કે તે એ વડીલોને રોકે. એ સમયે મુસાએ શું કર્યું? યહોવાએ એ વડીલોને પવિત્ર શક્તિ આપી એ માટે મુસાએ તેઓની ઈર્ષા કરી નહિ. તેમણે નમ્રતા બતાવી અને તેઓને મળેલા એ લહાવાને લીધે ખુશ થયા. (ગણ. ૧૧:૨૪-૨૯) મુસા પાસેથી આપણને શું શીખવા મળે છે?

ચિત્રો: ૧. વડીલોના જૂથની સભામાં વૃદ્ધ વડીલને કહેવામાં આવે છે કે, યુવાન વડીલને ચોકીબુરજ અભ્યાસ લેવાની તાલીમ આપે. ૨. યુવાન વડીલ ચોકીબુરજ અભ્યાસ ચલાવે છે અને વૃદ્ધ ભાઈ બેઠા છે અને ધ્યાનની જોઈ રહ્યા છે. ૩. વૃદ્ધ ભાઈ યુવાન વડીલ સાથે હાથ મિલાવે છે અને તેમના વખાણ કરે છે.

વડીલો કઈ રીતે મુસાની જેમ નમ્રતા બતાવી શકે? (ફકરા ૧૧-૧૨ જુઓ)c

૧૧. વડીલો કઈ રીતે મુસાને પગલે ચાલી શકે?

૧૧ ધારો કે, તમે વડીલ તરીકે મંડળમાં સેવા આપો છો. જો તમને કહેવામાં આવે કે, જે જવાબદારી તમને ગમે છે એની તાલીમ બીજા કોઈને આપો ત્યારે શું? દાખલા તરીકે, તમારી પાસે દર અઠવાડિયે ચોકીબુરજ અભ્યાસ ચલાવવાનો લહાવો હશે. જો તમે મુસાની જેમ નમ્ર હશો, તો તમે બીજા ભાઈને એની તાલીમ આપશો, જેથી સમય જતાં ભાઈ એ જવાબદારી ઊઠાવી શકે. તમને એવો ડર નહિ લાગે કે તમારો લહાવો જતો રહેશે. પણ એ ભાઈને મદદ કરવામાં તમે ખુશી અનુભવશો.

૧૨. આજે ઘણા ઈશ્વરભક્તો કઈ રીતે નમ્રતા બતાવે છે અને જીવનમાં સંતોષ રાખે છે?

૧૨ ચાલો બીજા એક સંજોગનો વિચાર કરીએ, જેનો સામનો ઘણા વૃદ્ધ ભાઈઓ કરી રહ્યા છે. કેટલાંય વર્ષોથી તેઓ વડીલોના જૂથના સેવક તરીકે જવાબદારી નિભાવતા હતા. પરંતુ ૮૦ વર્ષના થયા પછી તેઓ ખુશી ખુશી એ જવાબદારી બીજાઓને સોંપી દે છે. સરકીટ નિરીક્ષકો ૭૦ વર્ષના થાય ત્યારે નમ્રતાથી પોતાની જવાબદારી છોડી દે છે અને બીજી રીતે સેવા આપે છે. હાલના સમયમાં દુનિયાભરના ઘણા બેથેલ સભ્યોને નવી સોંપણી મળી છે એનાથી તેઓ દુઃખી થયા નથી. એ જવાબદારી જે ભાઈ-બહેનોને મળી છે તેઓની ઈર્ષા કરતા નથી.

૧૩. ઈર્ષા ન કરવામાં પાઊલે કેવો દાખલો બેસાડ્યો?

૧૩ પ્રેરિત પાઊલ નમ્ર અને સંતોષી હતા. તેમણે કોઈની ઈર્ષા કરી ન હતી. તે ખુશખબર ફેલાવવા તનતોડ મહેનત કરતા. તેમણે નમ્રતાથી કહ્યું: “હું તો પ્રેરિતોમાં સાવ મામૂલી છું અને પ્રેરિત ગણાવાને પણ લાયક નથી.” (૧ કોરીં. ૧૫:૯, ૧૦) ઈસુ પૃથ્વી પર હતા ત્યારે ખુશખબર ફેલાવવામાં ૧૨ શિષ્યો તેમની સાથે હતા. પણ પાઊલ ઈસુના સજીવન થયા પછી ખ્રિસ્તી બન્યા હતા. એટલે પાઊલને ૧૨ શિષ્યોમાંના એક બનવાનો લહાવો ક્યારેય મળ્યો ન હતો. એ ૧૨ શિષ્યોને ઈસુ સાથે રહેવા મળ્યું એની પાઊલે ક્યારેય ઈર્ષા કરી નહિ. સમય જતાં પાઊલ “પ્રજાઓ માટે પ્રેરિત” બન્યા હતા. (રોમ. ૧૧:૧૩; પ્રે.કા. ૧:૨૧-૨૬) પાઊલને જે લહાવો મળ્યો એનાથી તેમને સંતોષ હતો.

૧૪. જો આપણે નમ્ર અને સંતોષી હોઈશું તો શું કરીશું?

૧૪ પાઊલની જેમ જો આપણે નમ્ર અને સંતોષી હોઈશું, તો જેઓને યહોવાએ અધિકાર આપ્યો છે તેઓનો આદર કરીશું. (પ્રે.કા. ૨૧:૨૦-૨૬) યહોવાએ અમુક ભાઈઓને મંડળમાં આગેવાની લેવાનું કામ સોંપ્યું છે. તેઓથી પણ ભૂલો થાય છે, તોપણ યહોવા તેઓને માણસોમાં “ભેટ તરીકે” ગણે છે. (એફે. ૪:૮, ૧૧) આપણે તેઓને માન આપીશું અને તેઓના માર્ગદર્શન પ્રમાણે કરીશું તો, યહોવાની નજીક રહી શકીશું અને મંડળમાં શાંતિ જળવાશે.

“એવી વાતોમાં લાગુ રહીએ,જેનાથી શાંતિ જળવાય”

૧૫. આપણે કઈ મહત્ત્વની બાબતો કરવી જોઈએ?

૧૫ જો આપણે એકબીજાની ઈર્ષા કરીશું તો આપણી વચ્ચે શાંતિ નહિ રહે. આપણા દિલમાં બીજાઓ માટે ઈર્ષાના બી ન વાવીએ. એટલું જ નહિ, બીજાઓનાં દિલમાં ઈર્ષા થાય એવું કંઈ ન કરીએ. આપણે એ મહત્ત્વની બાબતો ચોક્કસ કરવી જોઈએ. કારણ કે યહોવાની આજ્ઞા છે: ‘એવી વાતોમાં લાગુ રહો, જેનાથી શાંતિ જળવાય અને એકબીજાને દૃઢ કરી શકો.’ (રોમ. ૧૪:૧૯) ઈર્ષા સામે લડવા બીજાઓને આપણે કઈ રીતે મદદ કરી શકીએ? શાંતિ જાળવવા આપણે શું કરી શકીએ?

૧૬. ઈર્ષા સામે લડવા બીજાઓને કઈ રીતે મદદ કરી શકીએ?

૧૬ આપણાં વાણી-વર્તનની બીજાઓ પર અસર પડે છે. દુનિયાના લોકો ચાહે છે કે આપણે “પોતાની વસ્તુઓનો દેખાડો” કરીએ. (૧ યોહા. ૨:૧૬, ફૂટનોટ) પણ એમ કરીશું તો બીજાઓને આપણી ઈર્ષા થશે. આપણી પાસે જે હોય અને આપણે જે ખરીદવાનું વિચારતા હોઈએ, એ વિશે બીજાઓ આગળ ઢંઢેરો ન પીટીએ. આમ, બીજાઓને આપણી ઈર્ષા કરવાનું કોઈ કારણ નહિ મળે. મંડળમાં લહાવો મળે ત્યારે આપણે નમ્ર રહીએ, જેથી બીજાઓને ઈર્ષા ન થાય. આપણને મળેલા લહાવા તરફ જો લોકોનું ધ્યાન દોરીશું, તો તેઓને આપણા માટે ઈર્ષા થશે. આપણે જ એના જવાબદાર હોઈશું. આપણે તો બીજાઓ પર ધ્યાન આપવું જોઈએ અને તેઓ જે સારું કરે છે એના દિલથી વખાણ કરવા જોઈએ. એમ કરીશું તો તેઓનાં દિલને સંતોષ મળશે અને મંડળમાં સંપ અને શાંતિ જળવાશે.

૧૭. યુસફના ભાઈઓ કઈ રીતે શાંતિ જાળવી શક્યા?

૧૭ આપણે ઈર્ષા સામે જીતી શકીએ છીએ! ચાલો ફરી યુસફના ભાઈઓનો વિચાર કરીએ. યુસફ સાથે તેઓ ખરાબ રીતે વર્ત્યા, એનાં ઘણાં વર્ષો પછી તેઓ યુસફને ઇજિપ્તમાં મળ્યા. યુસફે તેઓથી પોતાની ઓળખ છૂપાવી. યુસફે એ જોવા તેઓની પરીક્ષા કરી કે તેઓ બદલાયા છે કે નહિ. તેમણે બધા માટે જમવાની ગોઠવણ કરી. એમાં તેમણે બીજા ભાઈઓ કરતાં બિન્યામીનનું વધારે ધ્યાન રાખ્યું. (ઉત. ૪૩:૩૩, ૩૪) પણ તેમના ભાઈઓએ બિન્યામીનની ઈર્ષા કરી નહિ. તેઓને નાના ભાઈની અને પિતાની ખૂબ ચિંતા હતી. (ઉત. ૪૪:૩૦-૩૪) યુસફના ભાઈઓએ મનમાંથી ઈર્ષા કાઢી નાખી હોવાથી કુટુંબમાં શાંતિ જાળવી શક્યા હતા. (ઉત. ૪૫:૪, ૧૫) એવી જ રીતે, જો આપણે ઈર્ષાને જડમૂળથી કાઢી નાખીશું, તો કુટુંબમાં અને મંડળમાં શાંતિનો માહોલ રાખવામાં મદદ કરી શકીશું.

૧૮. યાકૂબ ૩:૧૭, ૧૮ પ્રમાણે આપણે શાંતિ જાળવવાનો પ્રયત્ન કરીશું તો કેવો ફાયદો થશે?

૧૮ યહોવા ચાહે છે કે આપણે ઈર્ષા સામે લડીએ અને શાંતિ જાળવીએ. એ બંને માટે આપણે તનતોડ મહેનત કરવી જોઈએ. આ લેખમાં જોયું તેમ આપણા સ્વભાવમાં ઈર્ષા આવી શકે છે. (યાકૂ. ૪:૫) દુનિયામાં જ્યાં જુઓ ત્યાં લોકો ઈર્ષા કરે છે. જો આપણે નમ્ર રહીશું, સંતોષ રાખીશું અને બીજાઓની કદર કરીશું તો આપણા દિલમાં ઈર્ષા માટે કોઈ જગ્યા નહિ રહે. આપણે તો શાંતિ જાળવીશું જેથી સારા ગુણો કેળવી શકીએ.—યાકૂબ ૩:૧૭, ૧૮ વાંચો.

ઈર્ષા સામે લડવા . . .

  • કઈ રીતે પવિત્ર શક્તિ મદદ કરી શકે?

  • કઈ રીતે નમ્ર અને સંતોષી રહેવાથી મદદ મળી શકે?

  • કઈ રીતે બીજાઓની દિલથી મદદ કરી શકીએ?

ગીત ૩૫ યહોવાની ધીરજ

a યહોવાના સંગઠનમાં ભાઈ-બહેનો વચ્ચે સુલેહ-શાંતિ જોવા મળે છે. જ્યારે આપણે બીજાઓની ઈર્ષા કરીએ ત્યારે એ શાંતિ છીનવાઈ જાય છે. આ લેખમાં આપણે ચર્ચા કરીશું કે શાના લીધે મનમાં ઈર્ષા થઈ શકે. એ પણ શીખીશું કે એવા ખરાબ ગુણને કઈ રીતે કાઢી શકીએ અને શાંતિ જાળવી શકીએ.

b શબ્દોની સમજ: બાઇબલ જણાવે છે કે જો વ્યક્તિમાં ઈર્ષા હશે તો બીજાઓ પાસે જે કંઈ છે, એ પોતાને મળે એવી તે ઇચ્છા રાખશે. એટલું જ નહિ, તે એવું ચાહશે કે બીજાઓ પાસેથી એ છીનવાઈ જાય.

c ચિત્રની સમજ: એક વૃદ્ધ ભાઈ મંડળમાં ચોકીબુરજ અભ્યાસ ચલાવે છે. વડીલોના જૂથની સભામાં તેમને કહેવામાં આવે છે કે, યુવાન વડીલને એ જવાબદારી લેવા તાલીમ આપે. ભાઈને પોતાની જવાબદારી ગમે છે, પણ તે પૂરા દિલથી વડીલોના નિર્ણયને ટેકો આપે છે. એ ભાઈ યુવાન વડીલને જરૂરી સૂચનો આપે છે અને દિલથી તેમના વખાણ કરે છે.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો