પ્રસ્તાવના
શું તમને કદી એવું લાગ્યું છે કે ભગવાન તમારી પ્રાર્થના સાંભળતા નથી? ઘણા લોકોને એવું જ લાગે છે. તેઓ પ્રાર્થના કરે છે, પણ દુઃખ તો એવું ને એવું જ રહે છે. આ અંકમાં આપણે આના વિશે જોઈશું: આપણે કેમ ખાતરી રાખી શકીએ કે ભગવાન આપણી પ્રાર્થના સાંભળે છે? ભગવાન કેમ અમુક પ્રાર્થના નથી સાંભળતા? ભગવાન આપણી પ્રાર્થના સાંભળે માટે શું કરવું જોઈએ?