વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • wp21 નં. ૧ પાન ૮-૯
  • ઈશ્વર કેમ અમુક પ્રાર્થના નથી સાંભળતા?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ઈશ્વર કેમ અમુક પ્રાર્થના નથી સાંભળતા?
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૨૧
  • સરખી માહિતી
  • ઈશ્વર સાંભળે એવી પ્રાર્થના કરો
    પવિત્ર બાઇબલ શું શીખવે છે?
  • શું પ્રાર્થનાથી કંઈ લાભ થાય છે?
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૦
  • પ્રાર્થના કરો, ઈશ્વરની છાયામાં આશરો લો
    દુઃખ જશે, સુખ આવશે—ઈશ્વર પાસેથી શીખો
  • ભાગ ૧૧
    ભગવાનનું સાંભળો
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૨૧
wp21 નં. ૧ પાન ૮-૯

ઈશ્વર કેમ અમુક પ્રાર્થના નથી સાંભળતા?

સાચા દિલથી કરેલી પ્રાર્થના ઈશ્વર સાંભળે છે. પણ તે અમુક પ્રાર્થનાનો જવાબ નથી આપતા. શા માટે? કારણ કે ઈશ્વરને અમુક બાબતો પસંદ નથી. ઈશ્વર આપણી પ્રાર્થના સાંભળે માટે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? ચાલો જોઈએ કે પવિત્ર શાસ્ત્ર એ વિશે શું જણાવે છે.

ચર્ચમાં એક ગ્રૂપ પ્રાર્થનાની ચોપડીમાંથી પ્રાર્થના વાંચી રહ્યું છે.

‘પ્રાર્થના કરતી વખતે એકની એક વાતનું રટણ ન કરો.’—માથ્થી ૬:૭.

જો તમારો કોઈ દોસ્ત એકની એક વાત તમારી આગળ કહ્યા કરે તો તમને કેવું લાગશે? એ સાંભળીને તમે કંટાળી જશો, ખરું ને? એ જ રીતે આપણે કોઈ ચોપડીમાંથી વાંચીને પ્રાર્થના કરીએ કે પછી એકની એક પ્રાર્થના વારંવાર કરીએ તો ભગવાનને નથી ગમતું. સારા દોસ્તો એકબીજાને પોતાના દિલની બધી જ વાતો જણાવે છે. એવી જ રીતે યહોવા ચાહે છે કે આપણે તેમના દોસ્ત બનીએ અને આપણું દિલ તેમની આગળ ઠાલવી દઈએ.

એક માણસ લોટરીની ટિકિટ સ્ક્રેચ કરતી વખતે ઉપર જોઈ રહ્યો છે.

“જ્યારે તમે માંગો છો ત્યારે તમને મળતું નથી, કેમ કે તમે ખોટા ઇરાદાથી માંગો છો.”—યાકૂબ ૪:૩.

આપણે પ્રાર્થનામાં ખોટી બાબતો માંગીશું તો, ઈશ્વર આપણી પ્રાર્થના નહિ સાંભળે. ચાલો એક દાખલો લઈએ. એક જુગારી પ્રાર્થના કરે છે કે તેને લોટરી લાગી જાય. હવે વિચારો, શું ઈશ્વર તેની પ્રાર્થના સાંભળશે? ના! પવિત્ર શાસ્ત્રમાં ઈશ્વરે સાફ સાફ જણાવ્યું છે કે તે લાલચુ લોકોને નફરત કરે છે. તે એમ પણ જણાવે છે નસીબ કે કિસ્મત જેવું કંઈ હોતું નથી. (યશાયા ૬૫:૧૧; લુક ૧૨:૧૫) એટલે, યહોવા ઈશ્વર એવી પ્રાર્થનાનો જવાબ આપશે એની આશા પણ ન રાખીએ. આપણે ચાહતા હોઈએ કે ઈશ્વર આપણી પ્રાર્થના સાંભળે તો શું કરવું જોઈએ? તેમની નજરે યોગ્ય હોય એવી બાબતો માટે પ્રાર્થના કરીએ. એ વિશે બાઇબલમાં જણાવ્યું છે.

એક પાદરી સૈનિકોના ગ્રૂપ માટે પ્રાર્થના કરી રહ્યો છે.

‘જે માણસ નિયમ પાળતો નથી, તેની પ્રાર્થના પણ કંટાળારૂપ છે.’—નીતિવચનો ૨૮:૯.

બાઇબલ સમયમાં જેઓ ઈશ્વરનું કહ્યું ન માનતા, તેઓની પ્રાર્થના ઈશ્વર ન સાંભળતા. (યશાયા ૧:૧૫, ૧૬) તે આજે પણ એવા લોકોની પ્રાર્થના સાંભળતા નથી. (માલાખી ૩:૬) જો આપણે ચાહતા હોઈએ કે ઈશ્વર આપણી પ્રાર્થનાઓ સાંભળે, તો હંમેશાં તેમના માર્ગે ચાલવાનો પ્રયત્ન કરીએ. આપણાથી ભૂલો થઈ ગઈ હોય તો શું ઈશ્વર આપણી પ્રાર્થના સાંભળશે? હા! જરૂર સાંભળશે. પણ એ માટે જરૂરી છે કે આપણે તેમની માફી માંગીએ અને તેમના માર્ગે ચાલીએ.—પ્રેરિતોનાં કાર્યો ૩:૧૯.

“જે કોઈ ઈશ્વરને ભજવા તેમની આગળ જાય છે, તેને ભરોસો હોવો જોઈએ કે ઈશ્વર સાચે જ છે અને તેમને દિલથી શોધનારાઓને તે ઇનામ આપે છે.”—હિબ્રૂઓ ૧૧:૬.

એક સ્ત્રી બાઇબલ વાંચી રહી છે.

અમુક લોકો પોતાના મનનો બોજ હળવો કરવા માટે ઈશ્વરને પ્રાર્થના કરે છે. એ વિશે પવિત્ર શાસ્ત્ર જણાવે છે કે જો કોઈને ઈશ્વરમાં શ્રદ્ધા નહિ હોય, તો તેની પ્રાર્થનાઓ સાંભળવામાં નહિ આવે. (યાકૂબ ૧:૬, ૭) ઈશ્વરમાં શ્રદ્ધા કેળવવા વ્યક્તિએ પવિત્ર શાસ્ત્ર વાંચવું જોઈએ. એનાથી તે ઈશ્વર ઓળખી શકશે. તેને ભરોસો થશે કે ઈશ્વર તેની પ્રાર્થના સાંભળે છે.

પ્રાર્થના કરવાનું છોડશો નહિ!

દરરોજ કરોડો લોકો ભગવાનને પ્રાર્થના કરે છે. જોકે, તે બધાની પ્રાર્થનાનો જવાબ નથી આપતા. પણ જેઓ સાચા દિલથી પ્રાર્થના કરે છે, તેઓની પ્રાર્થનાનો તે જવાબ આપે છે. પવિત્ર શાસ્ત્રમાં બતાવ્યું છે કે ઈશ્વર કેવી પ્રાર્થના સાંભળે છે. હવે પછીના લેખમાં એના વિશે સમજાવ્યું છે.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો