વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • wp21 નં. ૩ પાન ૧૨-૧૪
  • જીવનમાં સુખી થવા સાચી સલાહ ક્યાંથી મળી શકે?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • જીવનમાં સુખી થવા સાચી સલાહ ક્યાંથી મળી શકે?
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૨૧
  • મથાળાં
  • સરખી માહિતી
  • સાચી સલાહ કોણ આપી શકે?
  • શાસ્ત્ર શું જણાવે છે?
    સજાગ બનો!—૨૦૧૭
  • ઈશ્વર પાસેથી આવતું જ્ઞાન
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૫
  • સાચું માર્ગદર્શન આપતું પુસ્તક
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૨૪
  • બાઇબલ વિશે તમે શું વિચારો છો?
    બાઇબલ વિશે તમે શું વિચારો છો?
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૨૧
wp21 નં. ૩ પાન ૧૨-૧૪
એક માણસ બાઇબલ વાંચે છે.

જીવનમાં સુખી થવા સાચી સલાહ ક્યાંથી મળી શકે?

અગાઉના લેખોમાં જોઈ ગયાં તેમ બધા લોકો સુખી થવા ચાહે છે. એટલે અમુક નસીબ કે ભાગ્ય પર ભરોસો રાખે છે, અમુક બહુ ભણે છે, તો અમુક માલ-મિલકત ભેગી કરે છે. અમુક એવા પણ છે જે ભલાઈનાં કામો કરે છે. એ બધું કરવા છતાં તેઓ સુખી નથી. જીવનમાં સુખી થવા એ રીતો અજમાવવી એ તો જાણે એવું છે કે આપણે એવા લોકોને રસ્તો પૂછીએ છીએ, જેઓ પોતે એ રસ્તાથી અજાણ છે. તો શું જીવનમાં સુખી થવા આપણને સાચી સલાહ કોઈ નહિ આપી શકે? ના, એવું નથી.

સાચી સલાહ કોણ આપી શકે?

આપણે કોઈ પણ નિર્ણય લેતા પહેલાં મોટાઓ પાસેથી સલાહ લઈએ છીએ. એવી જ રીતે જીવનમાં સારા નિર્ણયો લેવા કોઈક એવા પાસેથી સલાહ લઈ શકીએ, જેમની પાસે વધારે બુદ્ધિ અને ઘણો અનુભવ છે. તેમની સલાહ આપણે પવિત્ર શાસ્ત્રમાં વાંચી શકીએ છીએ. એ આજથી આશરે ૩,૫૦૦ વર્ષ પહેલાં લખવામાં આવ્યું હતું, એ છે પવિત્ર શાસ્ત્ર, બાઇબલ.

તમે બાઇબલ પર કેમ ભરોસો રાખી શકો? કેમ કે, જેમણે એને લખાવ્યું છે તે વિશ્વમાં સૌથી બુદ્ધિશાળી છે અને તેમની પાસે જેટલો અનુભવ છે એટલો અનુભવ કોઈની પાસે નથી. તે “પ્રાચીન કાળથી” અને “સનાતન” છે. એટલે કે તે હંમેશાંથી છે અને હંમેશાં રહેશે. (દાનિયેલ ૭:૯; ગીતશાસ્ત્ર ૯૦:૨) “સાચા ઈશ્વરે આકાશોની રચના કરી, પૃથ્વીને ઘડી અને એને કાયમ ટકી રહેવા બનાવી.” (યશાયા ૪૫:૧૮) તેમનું નામ યહોવા છે અને એ નામ તેમણે પોતે બાઇબલમાં લખાવ્યું છે.​—ગીતશાસ્ત્ર ૮૩:૧૮.

બાઇબલમાં ક્યાંય લખવામાં આવ્યું નથી કે કોઈ એક જાતિ કે ભાષાના લોકો બીજી જાતિ કે ભાષાના લોકોથી ચઢિયાતા છે. કેમ કે જેમણે એ લખાવ્યું છે, તેમણે જ બધા માણસોને બનાવ્યા છે. વર્ષો પહેલાં લોકોને બાઇબલની સલાહ માનવાથી ફાયદો થયો હતો અને આજે પણ થાય છે, પછી ભલે એ કોઈ પણ દેશના હોય. લાખો કરોડો બાઇબલ વહેંચવામાં આવ્યા છે અને એ હજારો ભાષામાં છે. દુનિયામાં એના જેવું બીજું કોઈ પુસ્તક નથી.a એટલે દુનિયાની કોઈ પણ જગ્યાએ રહેતા લોકો એને સમજી શકે છે, એનાથી તેઓને ફાયદો થાય છે. એ બધાથી ખબર પડે છે કે બાઇબલની આ વાત એકદમ સાચી છે.

“ઈશ્વર પક્ષપાત કરતા નથી. પણ દરેક દેશમાં જે કોઈ તેમનો ડર રાખે છે અને સારાં કામ કરે છે, તેને તે સ્વીકારે છે.”—પ્રેરિતોનાં કાર્યો ૧૦:૩૪, ૩૫.

જેમ માબાપ બાળકોને પ્રેમ કરે છે, તેમ યહોવા પણ આપણને પ્રેમ કરે છે. જેમ માબાપ બાળકોને ખરો રસ્તો બતાવે છે તેમ યહોવા પણ બાઇબલ દ્વારા આપણને સાચો રસ્તો બતાવે છે. (૨ તિમોથી ૩:૧૬) તેમણે લખાવેલ પુસ્તક પર આપણે ભરોસો કરી શકીએ છીએ. આખરે, તેમણે જ તો આપણને બનાવ્યા છે. આપણું ભલું શામાં છે એ તે સારી રીતે જાણે છે.

શું આપણે તેમની સલાહ પર ભરોસો કરી શકીએ?

ચિત્રો:એક માણસ મેટ્રોમાં મુસાફરી કરે છે અને તે ફોનમાંથી કંઈક વાંચે છે. ૨. તેના ફોનમાં બાઇબલ દેખાય છે.

બાઇબલમાં આજથી આશરે ૨,૦૦૦ વર્ષ પહેલાં લખવામાં આવ્યું હતું કે ભવિષ્યમાં કેવા બનાવો બનશે? અને લોકો કેવા હશે? બાઇબલમાં જેવું લખવામાં આવ્યું હતું, એવું જ આજે બની રહ્યું છે. એટલે આપણે એના પર પૂરો ભરોસો કરી શકીએ છીએ કે એમાં ભવિષ્ય વિશે જે લખ્યું છે, એ ચોક્કસ પૂરું થશે.

કેવા બનાવો બનશે?

“એક દેશ બીજા દેશ સામે થશે અને એક રાજ્ય બીજા રાજ્ય સામે થશે. મોટા મોટા ધરતીકંપો થશે, એક પછી એક ઘણી જગ્યાએ દુકાળો પડશે અને રોગચાળો ફેલાશે. ડરાવી નાખતા બનાવો બનશે.” —લૂક ૨૧:૧૦, ૧૧.

લોકો કેવા હશે?

“છેલ્લા દિવસોમાં સંકટના સમયો આવશે, જે સહન કરવા અઘરા હશે. કેમ કે લોકો સ્વાર્થી, પૈસાના પ્રેમી, બડાઈખોર, ઘમંડી, નિંદા કરનારા, માબાપની આજ્ઞા ન પાળનારા, આભાર ન માનનારા, વિશ્વાસઘાતી, પ્રેમભાવ વગરના, જિદ્દી, બદનામ કરનારા, સંયમ ન રાખનારા, ક્રૂર, ભલાઈના દુશ્મન, દગાખોર, હઠીલા, અભિમાનથી ફુલાઈ જનારા, ઈશ્વરને પ્રેમ કરવાને બદલે મોજશોખને પ્રેમ કરનારા.”—૨ તિમોથી ૩:૧-૪.

બાઇબલ હજારો વર્ષ પહેલાં લખવામાં આવ્યું હતું, તોપણ એની એકે એક વાત આજે પૂરી થઈ રહી છે. એનાથી શું જાણવા મળે છે? ચાલો, હૉંગ કૉંગના લીયાંગભાઈ શું કહે છે એના પર ધ્યાન આપીએ. તે કહે છે, “બાઇબલમાં અગાઉથી જણાવી દીધું હતું કે ભવિષ્યમાં કેવા બનાવો બનશે? અને એવું જ બની રહ્યું છે. એ બધું જણાવવું માણસના હાથ બહારની વાત છે. એનો અર્થ એ થાય કે બાઇબલ એવા કોઈકે લખાવ્યું છે જે માણસોથી ખૂબ બુદ્ધિશાળી છે.” ચોક્કસ તમે પણ એ વાતથી સહમત થશો.

બાઇબલમાં એવી અનેક ભવિષ્યવાણીઓ લખવામાં આવી છે, જે પૂરી થઈ છે.b એનાથી ખબર પડે છે કે બાઇબલ ઈશ્વરે લખાવ્યું છે. યહોવા કહે છે, ‘હું જ ઈશ્વર છું અને બીજો કોઈ નથી. હું શરૂઆતથી પરિણામ જાહેર કરું છું.’ (યશાયા ૪૬:૯, ૧૦) એટલે આપણે પૂરો ભરોસો રાખી શકીએ છીએ કે બાઇબલમાં ભાવિ વિશે જે કંઈ લખવામાં આવ્યું છે એ પૂરું થશે જ.

આજે અને હંમેશ માટે ખુશ કઈ રીતે રહી શકાય?

માબાપ પોતાનાં બે બાળકોનાં હાથ પકડીને મેદાનમાં ખુશી ખુશી ચાલે છે.

જો બાઇબલમાં લખેલી વાત માનીશું, તો એમાં આપણું જ ભલું છે. ચાલો, એમાં લખેલી અમુક વાત પર ધ્યાન આપીએ.

પૈસા અને કામ વિશે સાચી સલાહ

“પુષ્કળ કામ કરવું તો હવામાં બાચકા ભરવા જેવું છે. એના કરતાં થોડો આરામ કરવો વધારે સારું છે.”—સભાશિક્ષક ૪:૬.

કુટુંબ સુખી બનાવવા સાચી સલાહ

“દરેક માણસ જેવો પોતાને પ્રેમ કરે છે, એવો જ પ્રેમ પોતાની પત્નીને કરે અને પત્ની પણ પૂરા દિલથી પતિને માન આપે.”—એફેસીઓ ૫:૩૩.

બધાની સાથે સારો સંબંધ રાખવા સાચી સલાહ

“ગુસ્સો પડતો મૂક અને ક્રોધ છોડી દે. ચિડાઈશ નહિ, કોઈ દુષ્ટ કામ કરીશ નહિ.”—ગીતશાસ્ત્ર ૩૭:૮.

આપણે બાઇબલની સલાહ માનીશું તો આજે જ નહિ, ભવિષ્યમાં પણ જીવન સુખી બનશે. બાઇબલમાં ઈશ્વરે વચન આપ્યું છે કે તે આપણને બહુ સુંદર જીવન આપશે. ચાલો જોઈએ કે એ સમયે દુનિયાનો કેવો માહોલ હશે.

બધે જ શાંતિ હશે કોઈને કશાનો ડર નહિ હોય

“તેઓ સુખ-શાંતિથી જીવશે ને અનેરો આનંદ માણશે.”—ગીતશાસ્ત્ર ૩૭:૧૧.

બધાની પાસે પોતાનું ઘર હશે, પુષ્કળ ખોરાક હશે

“તેઓ ઘરો બાંધશે અને એમાં રહેશે. તેઓ દ્રાક્ષાવાડીઓ રોપશે અને એનાં ફળ ખાશે.”—યશાયા ૬૫:૨૧.

બીમારી અને મરણ રહેશે નહિ

“શોક કે વિલાપ કે દુઃખ રહેશે નહિ. અરે, મરણ પણ રહેશે નહિ!”—પ્રકટીકરણ ૨૧:૪.

એવું જીવન મેળવવા તમે શું કરશો? ચાલો, હવે પછીના લેખમાં એ સવાલનો જવાબ જોઈશું.

a બાઇબલનાં અનુવાદ અને એનાં વિતરણ વિશે વધુ જાણવા www.pr418.com/gu પર જાઓ અને શાસ્ત્રનું શિક્ષણ > ઇતિહાસ અને શાસ્ત્ર વિભાગ જુઓ.

b વધુ જાણવા ધ બાઇબલ—ગોડ્‌સ વર્ડ ઓર મેન્સ? પુસ્તકનું પ્રકરણ ૯ જુઓ. એ યહોવાના સાક્ષીઓએ બહાર પાડ્યું છે અને www.pr418.com પર ઓનલાઇન પ્રાપ્ય છે. jw.org પર લાઇબ્રેરી > પુસ્તકો અને પુસ્તિકાઓ વિભાગ પર જાઓ.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો